• Home
  • News
  • લાગે છે કે ધોનીએ પોતાની છેલ્લી મેચ રમી લીધી, હવે આપણે તેને બ્લૂ જર્સીમાં જોઈ નહિ શકીએ: આકાશ ચોપરા
post

ધોની છેલ્લે 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે માન્ચેસ્ટર ખાતે રમ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 12:01:33

નવી દિલ્લી : પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ મહેન્દ્રસિંહ ધોનીના કરિયર અંગે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ધોની ભારે મૌન સાથે ટીમથી દૂર થઈ ગયો છે. લાગે છે કે તેણે પોતાની છેલ્લી મેચ રમી લીધી છે. હવે ધોની બ્લુ જર્સીમાં જોવા મળશે નહીં. આકાશે યુટ્યુબ પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રમીઝ રાજા સાથે વાત કરતી વખતે કહ્યું હતું. ધોની છેલ્લે જુલાઈમાં ન્યૂઝીલેન્ડ સામેની વનડે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં રમ્યો હતો. ત્યારબાદથી તે ટીમની બહાર છે.

આકાશે કહ્યું, 'આજે દરેક ચાહક વિચારે છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સારા પ્રદર્શનના આધારે ધોની ટીમમાં વાપસી કરી શકે છે. જ્યારે કે મને લાગે છે કે તે બિલકુલ સાચું નથી. સંભવત: ધોનીએ માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ સેમિફાઇનલમાં તેની છેલ્લી મેચ રમી હતો. ત્યારબાદથી, ધોની પોતાની સ્વતંત્ર ઇચ્છા પર ટીમની બહાર રહ્યો છે, જ્યારે તેને બહાર કરાયો નહોતો. કદાચ ધોનીએ ભારત તરફથી નહીં રમવાનું મન બનાવી લીધું છે. "

ગાંગુલી અથવા કોહલી ફોન કરે તો જ વાપસી શક્ય
આકાશે કહ્યું, ધોનીની વાપસીનો એક રસ્તો એ છે કે સૌરભ ગાંગુલી, વિરાટ કોહલી અથવા રવિ શાસ્ત્રી ફોન લગાવીને વાત કરે. જો તેઓ ધોનીને વર્લ્ડ કપમાં રમવાનું કહેશે, તો પછી ધોની ટીમમાં વાપસી કરી શકે છે. જો તેમ ન થાય તો માનવું કે ધોની મૌન સાથે વિદાય લેવા માંગે છે. તે શાંતિથી ટીમમાં આવ્યો. મોટી વિદાય લેવા તે ખેલાડીઓમાં નથી. જો T-20 વર્લ્ડ કપની તારીખ આગળ વધે તો ધોનીની વાપસી અશક્ય છે. " આ વર્ષે T-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે. ટૂર્નામેન્ટ કોરોનાવાયરસના કારણે જોખમમાં છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post