• Home
  • News
  • બાબા બાગેશ્વર માટે આલિશાન બંગલો તૈયાર:અમદાવાદમાં 10 બેડરૂમના બંગલામાં રહેશે, સુરક્ષામાં 200 જેટલા સિક્યુરિટી ગાર્ડ 24 કલાક તહેનાત રહેશે
post

નવા બની રહેલા આ બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઇ અને બે માળ સુધી અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-17 18:37:27

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી હિન્દુ રાષ્ટ્રને લઈને ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં 29 અને 30 મે એમ બે દિવસ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી સેક્ટર-6 ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 28મીએ સાંજે 5 વાગ્યાની આસપાસ ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચશે.

બે દિવસ સુધી તેઓ અમદાવાદમાં રોકાવવાના છે, ત્યારે તેમની રહેવા, ખાવા-પીવા સહિતની વ્યવસ્થાનું આયોજન સભાસ્થળની એકદમ નજીક કરવામાં આવ્યું છે. મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં રહેવા માટે એક ખાસ બંગલો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ બંગલાની મુલાકાત લીધી હતી. જેમાં 10 જેટલા રૂમ સાથે બે માળના બંગલામાં ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના સચિવ સાથે રહેશે. બંગલાની સુરક્ષા માટે 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે.

શાસ્ત્રી માટે અત્યાધુનિક એસી સાથેનો બંગલો
નવા બની રહેલા આ બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઇ અને બે માળ સુધી અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં ગ્રાઉન્ડ ક્લોર ઉપર અને પહેલા માળે બે વિશાળ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા માળ ઉપરના બે રૂમમાં તેમના સચિવ સાથે જ રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના રહેવા માટે બંગલામાં તમામ નવી વસ્તુઓ મૂકવામાં આવશે પલંગ, એસી, કબાટ, ફર્નિચર વગેરે તદ્દન નવા મૂકવામાં આવશે.

સ્ટાફ માટે 20 જેટલાં મકાનોની વ્યવસ્થા
મહારાજના સ્ટાફ માટે પણ અલગથી 20 જેટલાં આસપાસનાં મકાનોની વ્યવસ્થા કરી છે. અંદાજે રૂ. રૂપિયા 80 લાખના ખર્ચે બનનારા બે માળના બંગલામાં 10થી વધુ રૂમ બનાવવામાં આવ્યા છે. બંગલામાં એક મંદિર બનાવવામાં આવશે. આ બંગલાની તમામ કામગીરી થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે. 25થી વધુ રસોઈયા સવાર સાંજ ચાર દિવસ માટે રસોઈ માટે હાજર રહેશે. તદ્દન નવા પલંગ, ગાદલા, એસી વગેરે મૂકવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post