• Home
  • News
  • નવેમ્બરથી બજારમાં ‘મેડ ઈન હરદોઈ’ વેબ્લે સ્કૉટ રિવોલ્વર, કિંમત 1.6 લાખ, લખનઉની સ્યાલ મેન્યુફેક્ચરર્સ સાથે હાથ મિલાવ્યા
post

‘મેડ ઈન અમેઠી’ એકે-47ની ત્રીજી પેઢીની અસૉલ્ટ રાઈફલ એકે-203 તૈયાર કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-24 11:42:57

બ્રિટનની પ્રસિદ્ધ શસ્ત્રો બનાવતી કંપની વેબ્લે એન્ડ સ્કૉટ ઉત્તરપ્રદેશમાં રિવોલ્વરનું ઉત્પાદન કરવા જઈ રહી છે. દેશમાં શસ્ત્રો નિર્માણ કરતી આ પ્રથમ વિદેશી કંપની હશે. કંપનીએ તેના માટે લખનઉની સ્યાલ મેન્યુફેક્ચરર્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે કરાર કર્યો છે. હરદોઈના સંડીલામાં કંપનીએ પોતાનો પ્લાન્ટ સ્થાપવાની તૈયાર કરી છે અને નવેમ્બરથી ત્યાં ઉત્પાદન પણ શરૂ થઈ જશે.

સ્યાલ મેન્યુફેક્ચરિંગના પ્રમુખ જોગિંદરપાલ સિંહ સ્યાલ અને નિર્દેશક સુરેન્દ્ર પાલસિંહ ઉર્ફે રિન્કુએ જણાવ્યું કે કંપની તેના પ્રથમ તબક્કામાં પ્રસિદ્ધ .32 રિવોલ્વર બનાવશે. જેની કિંમત આશરે 1.6 લાખ રૂપિયા હશે. રિવોલ્વર પશ્ચિમ બંગાળના ઈસાનગરમાં 29થી 30 સપ્ટેમ્બરે વચ્ચે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહી છે. ટેસ્ટિંગમાં લીલી ઝંડી મળ્યા બાદ જ નવેમ્બરમાં જ વેબ્લે ભારતીય માર્કેટમાં પ્રવેશ કરશે. હરદોઈ પ્લાન્ટમાં જ મેક ઈન ઈન્ડિયા હેઠળ વેબ્લેના તમામ પાર્ટ્સ તૈયાર કરાશે. સ્યાલ સંપૂર્ણ દેશમાં વેબ્લે એન્ડ સ્કૉટના ઉત્પાદનોનું વિતરણ કરશે. તેણે જણાવ્યું કે અમને કેન્દ્રની મેક ઈન ઈન્ડિયા પોલિસી હેઠળ ઘણી મદદ મળી છે. કરાર મુજબ 49 ટકા શેર વેબ્લેના અને 51 ટકા ભાગીદારી સ્યાલ ગ્રૂપ પાસે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ટેક્નોલોજી વેબ્લેની હશે.

મેડ ઈન અમેઠીએકે-47ની ત્રીજી પેઢીની અસૉલ્ટ રાઈફલ એકે-203 તૈયાર કરાશે
જલદી જ એકે-47ની ત્રીજી પેઢીની અસૉલ્ટ રાઈફલ એકે-203 યુપીના અમેઠીમાં તૈયાર થશે. તેના માટે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં રશિયાની સરકાર સાથે કરાર બાદ ઈન્ડો-રશિયન પ્રાઈવેટ લિમિટેડએ અમેઠીના મુનશીગંજની ઓર્ડનન્સ ફેક્ટરીમાં કામ શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કે 7.47 લાખ એકે-203 રાઈફલ તૈયાર કરાશે. આ પ્રોડક્ટ સંપૂર્ણપણે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ પર આધારિત હશે.

adv

Related News

post
post
post
post
post
post
post