• Home
  • News
  • મધ્ય ગુજરાત ચૂંટણી:બીજા તબક્કામાં પણ મતદારો ઘરમાં જ રહ્યા, સૌથી વધુ છોટાઉદેપુરમાં 62.04%, અમદાવાદમાં સૌથી ઓછુ 53.16% મતદાન
post

લગ્ન અને લોકશાહીના ડબલ પ્રસંગો ઉજવાતા બે વરરાજા

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-05 18:33:44

વડોદરા: મધ્ય ગુજરાતની 61 બેઠકો પર સાંજે 5 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ છોટાઉદેપુરમાં 62.04 % અને અમદાવાદમાં સૌથી ઓછુ 53.16 % મતદાન નોંધાયું છે. આ ઉપરાંત દાહોદમાં 55.80 %, ખેડામાં 62.65 %, મહીસાગરમાં 54.26 %, પંચમહાલમાં 62.03 % અને વડોદરામાં 58 % જેટલુ મતદાન નોંધાયું છે.

વડોદરાના 56 વર્ષના વિજયભાઈ પવારને 3 દિવસ પહેલા હૃદય રોગના હુમલો આવતા, તેમને તાત્કાલિક બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ તેઓને એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવી. હાર્ટ એટેક બાદ ઓપરેશનના ફક્ત ૩ દિવસ બાદ મતદાન હોવાથી તેમણે શારીરિક અસમર્થતાને અવગણીને અને હિંમત દાખવીને અત્યંત નાજુક સ્થિતિમાં પણ મતદાન કરવાની મક્કમતા પણ અડગ રહ્યા અને પોતાની નૈતિક ફરજ ન ચૂક્યા. તેમની અડગ ઈચ્છા અને મક્કમ નિર્ણાયકતાના કારણે હોસ્પિટલ તંત્રએ પણ સહમતિ દર્શાવી. વિષમ સંજોગ અને પરિસ્થિતિ પર વિજયમેળવનાર વિજયભાઈ પવારને એમ્બ્યુલન્સ મારફતે મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ વ્હીલચેર મારફતે મતદાન બુથ સુધી પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.

હાર્ટ એટેક આવ્યો પણ ફરજ ન ચુક્યા
વિજયભાઈની શારીરિક પરિસ્થિતિની વાત કરીએ તો, મેડિકલ ટીમ તથા જરૂરી સુવિધાઓયુક્ત એમ્બ્યુલન્સ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવતું હતું. પરંતુ વિશેષતા એ છે કે, જીવલેણ હુમલો અને નાજુક પરિસ્થિતિ હોવા છતાં તેઓ પોતાની ફરજ અદા કરવા પરથી ડગ્યા નહીં. નાદુરસ્તીના સમયે પણ અચૂક મતદાનના સંકલ્પને ભૂલ્યા વિના લોકશાહીના અવસરને વધાવી લીધો, તે જોઈને ઉપસ્થિત તમામ મતદારો માટે એક અવિશ્વસનીય દ્રશ્ય ઉભું થયું હતું. શારીરિક અસક્ષમતાને બહાનું બનાવી કદાચ વિજયભાઈ મતદાન ન કર્યું હોત. પરંતુ, ‘મત આપીશ જએવા મક્કમ મનોબળને કારણે તેમણે મતદાન સંકલ્પને સાર્થક કર્યો હતો. આળસ, નિરસતા અને ઉદાસીનતા કારણે ઘરે બેસીને મતદાન માટે ન થતા કથિત રીતે બૌદ્ધિક મતદારોને વિજયભાઈએ ક્યારેય ન ભૂલાય તેવો સંદેશ ચોક્કસથી આપી દીધો છે.

લગ્ન અને લોકશાહીના ડબલ પ્રસંગો ઉજવાતા બે વરરાજા
મિલ રોડ, સરદાર ભવનની પાસે, નડિયાદના વતની પ્રજ્ઞેશ વણઝારા અને શ્રેયાંશ વણઝારા બે સગા ભાઈઓએ પોતાના લગ્ન પ્રસંગના બિઝી શિડ્યુલમાંથી સમય ફાળવીને મતદાન કર્યું હતું. પ્રજ્ઞેશ વણઝારાએ પ્રથમ વખત મતદાન કર્યું અને અન્ય મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post