• Home
  • News
  • મધ્ય પ્રદેશ પ્રથમવાર રણજી ચેમ્પિયન:41 વખતના વિજેતા મુંબઈને 6 વિકેટે હરાવ્યું, મધ્ય પ્રદેશનો શુભમ (116, 30) પ્લેયર ઓફ ધ મેચ
post

કોચ તરીકે ચંદ્રકાંત પંડિતે છઠ્ઠું રણજી ટાઈટલ જીત્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-27 10:40:28

રવિવારે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મ. પ્રદેશે ઈતિહાસ રચ્યો. રણજી ટ્રોફીની ફાઈનલમાં મ. પ્રદેશે 41 વખતની વિજેતા મુંબઈને 6 વિકેટે હરાવ્યું. મ. પ્રદેશનું ડોમેસ્ટિક ક્રિકેટમાં આ પ્રથમ ટાઈટલ છે. ટીમ ઈરાની ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હજુ સુધી જીતી નથી.

મધ્ય પ્રદેશને અંતિમ દિવસે 108 રનનો લક્ષ્યાંક મળ્યો, ટીમે 4 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. મ. પ્રદેશની ટીમ બીજીવાર ફાઈનલમાં પહોંચી.1999માં ચંદ્રકાંત પંડિતની કેપ્ટન્સીમાં ટીમ ફાઈનલમાં હારી હતી. તેમની જ કોચિંગ હેઠળ પ્રથમવાર રણજી ચેમ્પિયન બની. કોચ તરીકે ચંદ્રકાંત પંડિતનું છઠ્ઠું રણજી ટાઈટલ છે.

મુંબઈને 3 વખત અને વિદર્ભને 2 વખત ચેમ્પિયન બનાવી ચૂક્યા છે.મુંબઈએ અંતિમ દિવસે 113/2થી આગળ રમવાનું શરૂ કર્યું અને 269 સ્કોરે ઓલઆઉટ થઈ. કુમાર કાર્તિકેયે 4 અને ગૌરવ યાદવ-પાર્થ સાહનીએ 2-2 વિકેટ ઝડપી હતી. જવાબમાં મ. પ્રદેશની ટીમે 4 વિકેટે 108 રન કરી જીત મેળવી. હિમાંશુએ સૌથી વધુ 37 રન કર્યા હતા.

ટોપ રન સ્કોરર અને વિકેટ-ટેકરમાં મધ્ય પ્રદેશનો દબદબો
સૌથી વધુ રન કરનાર ખેલાડીઓ (ટોપ-5)

ખેલાડી

ટીમ

રન

સરફરાઝ

મુંબઈ

982

રજત પાટીદાર

મ.પ્રદેશ

658

ચેતન બિષ્ટ

નાગાલેન્ડ

623

યશ દુબે

મ.પ્રદેશ

614

શુભમ શર્મા

મ.પ્રદેશ

608

​​​​​​​સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓ (ટોપ-5)

ખેલાડી

ટીમ

વિકેટ

શમ્સ મુલાની

મુંબઈ

45

કાર્તિકેય

મ.પ્રદેશ

32

શાહબાઝ નદીમ

ઝારખંડ

25

ગૌરવ યાદવ

મ.પ્રદેશ

23

સત્યજીત

મહારાષ્ટ્ર

21

​​​​​​​06 ઠ્ઠી વખત મુંબઈ ફાઈનલ હાર્યું છે, 47મી વખત ફાઈનલમાં પહોંચ્યું હતું. ટીમ છેલ્લે 2015-16માં જીતી હતી.