• Home
  • News
  • કમળના કારણે કમલ મુશ્કેલીમાં / રાજીનામુ આપનાર ધારાસભ્યની સંખ્યા 22;19 ધારાસભ્યના રાજીનામા લઈ ભાજપ નેતા સ્પીકર પાસે પહોંચ્યા
post

બિસાહૂલાલ, કંસાના અને મનોજ ચૌધરીએ પણ રાજીનામા આપ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-11 08:23:40

ભોપાલઃ લગભગ 22 કલાક સુધી હા-ના, હા-ના નો ઘટનાક્રમ ચાલ્યા બાદ છેવટે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામુ આપી દીધુ છે. હોળીના દિવસે બપોરે લગભગ 12:10 વાગે સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામુ આપતી ચિઠ્ઠી ટ્વિટ કરી હતી. જોકે, આ ચિઠ્ઠી 9 માર્ચની લખાયેલી હતી.આ ટ્વિટના 20 મિનિટ બાદ કોંગ્રેસે સિંધિયાને પક્ષમાંથી હટાવ્યા હતા. 5 મિનિટ બાદ 12.35 મિનિટે સિંધિયાના સમર્થક 19 ધારાસભ્યોએ હાથથી લખેલા રાજીનામા વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યા હતા. કોંગ્રેસ માટે આ તમામ ધારાસભ્ય સોમવારથી જ બેંગ્લુરુમાં છે.

ત્યારબાદ બપોરે 2 વાગે ભૂતપુર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મીડિયા સામે આવ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના 20માં ધારાસભ્ય બિસાહૂલાલ સિંહ ઉપસ્થિત હતા. બિસાહૂલાલે પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં ઘણાબધા કોંગ્રેસ ધારાસભ્ય ભાજપમાં સામેલ થશે. આ સાથે શિવરાજે દાવો કર્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્ય એંદલ સિંહ કંસાનાએ પણ વિધાનસભા સભ્યપદ છોડ્યું હોવાનો દાવો કર્યો છે અને ભાજપ સાથે જોડાશે. 3.45 વાગે કંસાના અને 4.25 વાગે મનોજ ચૌધરીના પણ રાજીનામા પડ્યા હોવાના સમાચાર છે. અત્યાર સુધીમાં કુલ 22 રાજીનામા પડી ચુક્યા છે. દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીમાં થોડી વાર માટે મીડિયા સમક્ષ વાતચીત કરી હતી. અનેક પ્રશ્નો વચ્ચે તેમણે એટલું જ કહ્યું હતું કે મારે જે કહેવાનું હતું તે મે રાજીમાનામાં કહી દીધુ છે. હેપ્પી હોલી. અને તેઓ કાર મારફતે નિકળી ગયા હતા.

રાજીનામામાં લખ્યું- હું કોંગ્રેસમાં રહીને કામ નહીં કરી શકું
સિંધિયાએ રાજીનામામાં લખ્યું કે, ડિઅર મિસિસ ગાંધી, હું છેલ્લા 18 વર્ષોથી પાર્ટીનો પ્રાથમિક સભ્ય છું. હવે સમય થઈ ગયો છે કે મારે નવી શરૂઆત સાથે આગળ વધવું જોઈએ. હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપી રહ્યો છું અને તમે જાણો જ છો કે આ એ રસ્તો છે જે ગત વર્ષે મેં જાતે બનાવવાનો શરૂ કર્યો હતો. જો કે જન સેવાનું મારું લક્ષ્ય એવું જ રહેશે જે પહેલાથી હતું, હું મારા રાજ્ય અને દેશના લોકોની એ પ્રકારે સેવા કરતો રહીશ, મને લાગે છે કે હું આગળ આ કામ આ પાર્ટીમાં રહીને કરવામાં સક્ષમ નહોતો. મારા લોકો અને મારા કાર્યકર્તાઓની ભાવનાઓને રજુ કરવા અને તેને વ્યક્ત કરવા માટે, મને લાગે છે કે આ સૌથી સારુ રહેશે કે હું આગળ વધું અને એક નવી શરૂઆત કરું. મને દેશ સેવા માટે એક મંચ આપવા માટે હું આપ સૌનૌ આભાર માનું છું અને તમારા માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના મારા સાથીઓને પણ ધન્યવાદ આપું છું.
સાદર,
આપનો જ્યોતિરાદિત્ય સિંધિયા

 

આ પહેલા સિંધિયા તેમના ઘરેથી સીધા અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી જ શાહ સાથે પીએમ મોદીને મળવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના આવાસ પર આ બેઠક સવારે 10.45 વાગ્યાથી ચાલી રહી હતી.

સોનિયા ગાંધીએ તેમના આવાસ પર બેઠક બોલાવી
આ સાથે જ સોનિયાએ દિલ્હીમાં તેમના આવાસ પર બેઠક બોલાવી છે, જેમાં પાર્ટીના ઘણા દિગ્ગજ નેતા પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ સિંધિયા પર કાર્યવાહી કરી શકે છે. તો બીજી તરફ સિંધિયાના મોદીને મળ્યા બાદ ભોપાલમાં મુખ્યમંત્રી આવાસ પર પણ હલચલ વધી ગઈ છે. બાલા બચ્ચન, હુકુમ સિંહ કરાડા, સજ્જન સિંહ વર્મા સહિત ઘણા મંત્રી મળવા પહોંચ્યા હતા.

વિધાનસભાનું ગણિત

·         મધ્યપ્રદેશમાં 230 વિધાનસભાની બેઠકો છે. અહીંયા 2 ધારાસભ્યોનું નિધન થઈ ગયું છે. આ પ્રકારે વિધાનસભાની હાલની સ્થિતિ 228 થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે 114 ધારાસભ્ય છે, જ્યારે સરકાર બનાવવાનો જાદુઈ આંકડો 115 છે. કોંગ્રેસને 4 અપક્ષ, 2 બહુજન પાર્ટી અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્યનું સમર્થન મળ્યું છે. આ પ્રકારે કોંગ્રેસ પાસે કુલ 121 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્ય છે

·         પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે સિંધિયાની પાછળ લગભગ 20 ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. જો આવુ થશે તો ભાજપ સરળતાથી સરકાર બનાવવાની સ્થિતિમાં આવી જશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post