• Home
  • News
  • જંતર-મંતર પર ખેડૂતોની મહાપંચાયત:5 હજારથી વધારે ખેડૂતો દિલ્હી પહોંચ્યા, નોઈડા-ચિલ્લા સરહદ પર 5KM ટ્રાફિકજામ
post

સિંધુ-ટિકરી અને ગાઝીપુર સરહદ પર સુરક્ષા વધારાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-22 17:51:29

સંયુક્ત કિસાન મોર્ચાની સોમવારે એમએસપીની ગેરન્ટી સહિત વિવિધ માગણીઓને લઈને દિલ્હીના જંતર-મંતર પર મહાપંચાયત કરી રહ્યા છે. જ્યાં પ્રદર્શન પછી રાષ્ટ્રપતિને આવેદન અપાશે. દિલ્હીની સરહદોપ ર ખેડૂતોને રોકવામાં આવી રહ્યા છે. આથી પ્રદર્શનમાં જઈ રહેલા ખેડૂતોએ બેરિકેડિંગને પાડી દીધા છે. પોલીસે ઘણા ખેડુતોની અટકાયત કરી છે. વિવિધ રાજ્યોમાંથી 5 હજાર ખેડૂતો દિલ્હીમાં પહોંચ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે વડાપ્રધાનને તેમનું વચન યાદ અપાવવા માટે આવ્યા છીએ. આ તરફ ગાઝીપુર સરહદ પર ખેડૂતો ઘરણા પર બેઠા છે. પોલીસ ખેડૂતો સાથે વાતચીત કરી રહી છે.

રાજધાનીમાં પ્રદર્શનને રોકવા માટે કલમ 144 લાગુ
સવારથી જ હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશથી મહાપંચાયતમાં ભાગ લેવા ખેડૂતો દિલ્હી આવી રહ્યા છે. જો કે ખેડૂતોને આ મહાપંચાયત માટે મંજૂરી મળી નથી. દિલ્હી પોલીસે ટિકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર બેરિકેડ્સ લગાવ્યા છે. જ્યાં તપાસ કર્યા પછી પ્રવેશ અપાઈ રહ્યો છે. આ કારણે નોઈડા-ચિલ્લા સરહદ પર 5KM ટ્રાફિકજામ સર્જાયો છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં કલમ 144 લાગુ કરાઈ છે.

બહાદુરગઢ સ્ટેશન ઉપર 200 ખેડૂતો ઉતર્યા
મોટા ભાગના ખેડૂતોએ દિલ્હી આવવા માટે પંજાબ તરફથી આવતી ટ્રેનનો સહારો લીધો હતો. તેઓએ બહાદૂરગઢ સ્ટેશન પર હાજર પોલીસની હાજરીમાં જ સૂત્રોચાર કર્યા હતા. ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ એક દિવસના પ્રદર્શન માટે આવ્યા છે, જેનાથી સરકારને ચેતવણી આપી શકાય. સરકારે પહેલાની જેમ જિદ્દ કરી તો સામાન લઈને દિલ્હીમાં ધરણા કરતા અચકાશું નહીં. આ તરફ ભાકિયુ નેતા રાકેશ ટિકેતની અટકાયત કરી તેમને પરત મોકલી દેવાયા છે.

રાકેશ ટિકેત અને અમુક કાર્યકરોને દિલ્હી પોલીસે ગાઝીપુર સરહદ પર જ અટકાયત કરી હતી. તેમને દિલ્હીના મધુ વિહાર સ્ટેશને લઈ જવાય હતા. ત્યાર પછી પોલીસે ફરી તેમને ગાઝીપુર સરહદ પર છોડી દીધા હતા. ટિકેતે કહ્યું હતું કે શું દિલ્હીમાં ખેડૂતોના પ્રવેસ પર બેન છે?

ડ્રોનથી નજર રખાઈ રહી છે
પોલીસ એ વાતને લઈ ને પણ સતર્ક છે કે અસામાજિક તત્વો દિલ્હીમાં ન આવે. આ માટે ડ્રોન કેમેરાની મદદથી નજર રખાઈ રહી છે. ટ્રેનથી લગભગ 2 હજાર ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post