• Home
  • News
  • મહારાજા દિલીપ સિંહના દિકરા પ્રિંસ જયનો લંડન સ્થિત મહેલ વેચાશે, આશરે રૂપિયા 152 કરોડ કિંમત નક્કી થઈ
post

આલીશાન મહેલમાં રહેવા માટે વિશાળ જગ્યા ઉપરાંત ઉંચી છત અને 52 ફૂટ ગાર્ડન પણ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 12:10:11

લંડનમાં પ્રાઈમ લોકેશન પર આવેલો આલિશાન મહેલ હવે વેચાવા જઈ રહ્યો છે. તેની કિંમત 15.5 મિલિયન પાઉન્ડ (આશરે 152 કરોડ રૂપિયા) નક્કી કરવામાં આવી છે. આ મહેલ મહારાજા દિલીપ સિંહના દિકરા પ્રિન્સ વિક્ટર અલ્બર્ટ જય દિલીપ સિંહનું જૂનુ ઘર હતું. મહારાજા રણજીત સિંહના નાના દિકરા દિલીપ સિંહ 19મી સદીમાં શિખ સામ્રાજ્યના અંતિમ મહારાજા હતા. તેમના સામ્રાજ્યમાં લાહોરનો પણ સમાવેશ થતો હતો. તેમનું સામ્રાજ્ય અંગ્રેજ શાસન હેઠળ આવ્યા બાદ તેમણે ઈગ્લેન્ડમાં વસવાટ કર્યો હતો. તેમના દિકરા પ્રિન્સ વિક્ટર જય દિલીપ સિંહનો જન્મ 1866માં લંડનમાં થયો હતો.


સાઉથ-વેસ્ટ કેંસિંગ્ટનમાં આ મહેલ આવેલો છે
કેટલાક વર્ષો બાદ જ્યારે પ્રિન્સ વેક્ટરે 9માં અર્લ ઓફ કોવેન્ટ્રીની દિકરી લેડી એની કોવેન્ટ્રી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે બ્રિટિશ અધિકારીઓએ આ નવદંપતિને સાઉથ-વેસ્ટ કેંસિંગ્ટનના લિટિલ બોલ્ટંસ વિસ્તારમાં નવા મકાન સ્વરૂપમાં આલીશાન મહેલ લીઝ પર આપ્યો હતો.વેચાણ માટે યોજના કરી રહેલા બ્યૂચેમ્પ એસ્ટેટ્સના મેનેજીંગ ડિરેક્ટર જેરેમી ગીએ કહ્યું કે લાહોરથી નિવાર્સિત ક્રાઉસ પ્રિંસના આ આલીશાન મહેલમાં રહેવા માટે વિશાળ જગ્યા ઉપરાંત ઉંચી છત અને 52 ફૂટનો ગાર્ડન પણ છે. તે સાઉથ-વેસ્ટ કેંસિંગ્ટનની સૌથી પ્રાઈમ જગ્યા પર સ્થિત છે.


વર્ષ 1868માં આ મહેલ બનીને તૈયાર થયો હતો
વર્ષ 1868માં બનીને તૈયાર થયા બાદ આ મહેલને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ખરીદ્યો હતો અને તેને લીઝ મારફતે આવક માટે ઈન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી સ્વરૂપમાં રજિસ્ટર કરાવ્યો હતો. તે સમયે શાસન કરનાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તેને નજીવા ભાડાથી દિલીપ સિંહના પરિવારને આપ્યો હતો.મહારાજા દિલીપ સિંહ વર્ષ 1849માં બીજા એંગ્લો-શિખ યુદ્ધ બાદ તેમના પદ તથા પાવર સાથે પંજાબમાંથી હટાવવામાં આવ્યા હતા અને લંડનમાં નિવાર્સિત કરવામાં આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post