• Home
  • News
  • મહારાષ્ટ્ર પર ફરીથી કોરોનાનો ખતરો:ભિવંડીમાં 69 વૃદ્ધો કોરોના પોઝિટિવ, દક્ષિણ આફ્રિકાથી પરત આવેલી વ્યક્તિ પોઝિટિવ, 'ઓમિક્રોન'નો રિપોર્ટ કરાયો
post

થાણેના ભિવંડીમાં પડઘા નજીક ખડાવલીમાં માતોશ્રી વૃદ્ધાશ્રમમાં સંક્રમિત મળી આવેલા તમામ વૃદ્ધોની સ્થિતિ સામાન્ય છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-29 15:00:21

દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત આવેલી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવી છે. કોરોનાનો સૌથી ખતરનાક કહેવામાં આવી રહેલો વેરિયન્ટ 'ઓમિક્રોન'ના જોખમને ધ્યાનમાં લેતાં એનો રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રના થાણેના ભિવંડીમાં એક વૃદ્ધાશ્રમમાં રહેતા 69 વૃદ્ધો કોરોના પોઝિટિવ મળ્યા છે, જોકે રાહતની વાત તે છે કે તમામની હાલત સામાન્ય છે.

જીનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવ્યું સેમ્પલ
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ડોકટર પ્રતિભા પનપાટીલે જણાવ્યું હતું કે 'દક્ષિણ આફ્રિકાથી ડોમ્બિવલી પરત આવેલી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી છે. તે વ્યક્તિને ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં એ જાણવા માટે તેનું સેમ્પલ જીનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવ્યું છે. ત્યાર બાદ અધિકારીઓ તેના સમગ્ર પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.

ડો. પનપાટીલે જણાવ્યું હતું કે તે વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી દિલ્હી અને પછી દિલ્હીથી મુંબઈ પહોંચી હતી. તેને હાલમાં મ્યુનિસિપલના આઇસોલેશન રૂમમાં રાખવામાં આવી છે. તેના ભાઇનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે સારી વાત એ છે કે દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બાદ તે વ્યક્તિ કોઈના સંપર્કમાં આવી નથી.

ઓમિક્રોન વેરિયન્ટનો સૌપ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો. હાલમાં જ ભારત સરકાર દ્વારા સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યનામાં રાખતાં ઇન્ટરનેશનલ મુસાફરો માટે નવા નિયમો જાહેર કર્યા છે.

ભિવંડીમાં સંક્રમિત તમામ વૃદ્ધોની સ્થિતિ સામાન્ય
થાણેના ભિવંડીમાં પડઘા નજીક ખડાવલીમાં માતોશ્રી વૃદ્ધાશ્રમમાં સંક્રમિત મળી આવેલા તમામ વૃદ્ધોની સ્થિતિ સામાન્ય છે. તમામ વૃદ્ધોને સારવાર માટે થાણે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વૃદ્ધાશ્રમમાં 100થી વધુ લોકો રહે છે. છેલ્લા એક સપ્તાહથી અહીં કેટલાક લોકોને તાવનાં લક્ષણ જોવા મળી રહ્યા હતા. એક વૃદ્ધનો કોરોના ટેસ્ટ એટલા માટે કરવવામાં આવ્યો હતો કે તેમની સારવાર શરૂ કર્યા બાદ પણ તેમને તાવ ઊતરી રહ્યો ન હતો. ત્યાર બાદ વૃદ્ધાશ્રમના મેનેજમેન્ટે બધાનો કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post