• Home
  • News
  • Maharashtra: કોરોનાકાળમાં ફરી મોટી દુર્ઘટના, હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, 13 દર્દીના મોત
post

કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે મહારાષ્ટ્રના વિરારમાં આવેલી એક કોવિડ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાતે આગ ભભૂકી ઉઠી. વિરારની વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં રાતે લગભગ 3.30 વાગે આગ લાગી જેમાં અત્યાર સુધીમાં 13 દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-23 12:33:07

મુંબઈ: કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં વિરારમાં આવેલી એક કોવિડ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાતે આગ ભભૂકી ઉઠી. વિરારની વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં રાતે લગભગ 3.30 વાગે આગ લાગી જેમાં અત્યાર સુધીમાં 13 દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયરની ગાડીઓ ઉપરાંત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. 

નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, 24 દર્દીના મોત
અત્રે જણાવવાનું કે બુધવારે (21 એપ્રિલ) નાસિકની એક હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થતા 24 દર્દીઓએ જીવ ગુમાવ્યા. ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર સતત ચાલુ છે. દરરજો કોવિડ-19ના અઢળક કેસ સામે આવી રહ્યા છે. આ કારણે અનેક રાજ્યોમાં ઓક્સીજનની અછત સર્જાઈ છે. નાસિકની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઈ ગઈ હતી.

સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે લીકેજના કારણે ઓક્સિજનનો સપ્લાય લગભગ અડધા કલાક સુધી ઠપ થઈ ગયો. જેના કારણે પુરવઠો ખોરવાઈ જતા 24 જેટલા દર્દીઓના મોત થયા. મળતી માહિતી મુજબ આ ઘટના ઘટી ત્યારે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર 23 દર્દી હતા. જ્યારે કુલ 171 દર્દી હતા. ઓક્સિજન લીક થયા બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post