• Home
  • News
  • મહારાષ્ટ્રનું અજબ ગજબ: ઉદ્ધવ જૂથના ઉમેદવારની તરફેણમાં ભાજપ ચૂંટણી નહીં લડે
post

રાજે જણાવ્યું હતું કે સ્વ રમેશ લટકે ને અંજલિ રૂપે આ ચૂંટણી બિન હરીફ થવી જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-17 18:53:17

મુંબઈ: મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપે શિવસેનાના ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજા લટકેની તરફેણમાં પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવન કુળેએ આ જાહેરાત કરી હતી. અંધેરી પૂર્વના ધારાસભ્ય રમેશ લટકેના નિધનથી આ બેઠક ખાલી પડતાં તેની પેટા ચૂંટણી તારીખ ત્રીજી નવેમ્બરે યોજવાની છે. તેના માટે ભાજપ તરફથી મુરજી પટેલ અને ઉદ્ધવજી તરફથી સ્વ રમેશ લટકેના પત્ની ઋતુજા લટકેએ ફોર્મ ભર્યું છે.

ઋતુજા આ ચૂંટણીના લડી શકે તે માટે એકનાથ સરકારે ભારે ધમપછાડા કર્યા હતા ઋતુજા મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારી હોવાથી તેમણે ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હતું . પરંતુ રાજ્ય સરકારના ઈશારે મહાપાલિકાએ આ રાજીનામાં પત્ર દબાવી રાખ્યો હતો. છેવટે ઉદ્ધવ જૂથે હાઇકોર્ટમાં ધા નાખતા બોમ્બે હાઈકોર્ટે મહાપાલિકાને આકરા ઠપકા સાથે ઋતુજાનું રાજીનામું સ્વીકારી લેવા જણાવ્યું હતું એ પછી શિંદે જૂથે આ બેઠક પર ભાજપ નહીં પરંતુ પોતે લડે તેવું આગ્રહ સેવ્યો હતો પરંતુ ભાજપ એ તેનો સ્વીકાર કર્યો ન હતો.

હજુ ગઈકાલે મનસેના નેતા રાજ ઠાકરે એ ભાજપના નેતા અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ને એક  પત્ર પાઠવી ઋતુજા લટકે બિનહરીફ ચૂંટાય તે માટે ભાજપ તેનો ઉમેદવાર પાછો ખેંચી લે તેવી અપીલ કરી હતી. રાજે જણાવ્યું હતું કે સ્વ રમેશ લટકે ને અંજલિ રૂપે આ ચૂંટણી બિન હરીફ થવી જોઈએ . શિંદે  જૂથના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક ઉપરાંત એનસીપીના પ્રમુખ શરદ પવારે પણ રાજની આ દરખાસ્તને ટેકો આપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post