• Home
  • News
  • ઓડિશાના ભત્રા ગામમાં 1974થી ગાંધીજીના મંદિરમાં આરતી થાય છે, તમામ વિવાદનું સમાધાન તેમના સોગંદથી કરાય છે
post

રાષ્ટ્રપિતા ગાંધીજીનું મંદિર બન્યું છૂતઅછૂત, ગુના, નશા જેવી કુપ્રથા દૂર કરવાનું કેન્દ્ર

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-30 11:02:38

રાયપુર: ઓડિશામાં સંબલપુરની નજીક 2 હજારની વસ્તી ધરાવતું ગામ છે - ભત્રા. લોકો તેને ભટારા પણ કહે છે. અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું મંદિર છે અને સવારે-સાંજે પૂજા તથા રામધૂન થાય છે. 46 વર્ષથી લોકો ગાંધીજીને ભગવાન સ્વરૂપે પૂજી રહ્યાં છે. ગાંધી મંદિર ગામનો એક એવો મંચ છે કે જ્યાં ઘર કંકાશથી લઈ પાડોશી સુધીના ઝઘડાનો ઉકેલ આવે છે. અહીંના યુવાનોને ગુનો તથા નસો નહીં કરવાની શિખામણ અપાય છે. નવી આવેલી પુત્રવધૂ સાસરામાં પગલું મૂકે તે પહેલાં આશીર્વાદ લેવા ગાંધી મંદિર જાય છે. ગાંધીજીના વિચારોની એટલી અસર છે કે છૂત-અછૂત જેવી સમસ્યા જડમૂળથી ખતમ કરી દેવાય છે.


મંદિરનો પાયો નાંખનાર 93 વર્ષના માજી ધારાસભ્ય અભિમન્યુ કુમાર રોજ અહીં આવે છે
મંદિરના પ્રવેશદ્વાર પર હાથમાં તિરંગા સાથેની ભારત માતાની પ્રતિમા છે. અંદર હાથમાં ગીતા લઈને બેઠેલા ગાંધીજીની પ્રતિમા છે. અહીં ઓડિશાના આરાધ્ય દેવ શ્રીજગન્નાથની પણ પ્રતિમા છે. ગામના 83 વર્ષના કાલિયા વાઘ રોજ પૂજા કરે છે. તેઓ કહે છે કે મંદિરનો પાયો નાંખનાર 93 વર્ષના માજી ધારાસભ્ય અભિમન્યુ કુમાર રોજ અહીં આવે છે. રોજ એક કલાક રામધૂન થાય છે જેમાં સમગ્ર ગામ સામેલ થાય છે. ગામના વૃદ્ધ તિકેશ્વર છૂરીયા અને વનમાળીકુમારને ગાંધીજી માણસના સ્વરૂપે ભગવાન લાગે છે. તેમનું કહેવું છે કે ભત્રાના લગભગ તમામ ઘરોમાં ગાંધીજીનો ફોટો છે. યુવાનોએ તેમના વિચારોને આત્મસાત કર્યા છે. તેઓ જ્યારે 15-16 વર્ષના હતા ત્યારે બધાએ મળીને મંદિર બનાવ્યું હતું. ગામની સૌથી મોટી સિદ્ધિ છે કે અહીં કોઈ નશો કરતું નથી. જો કોઈ વિવાદ થાય તો ગાંધીજીના સોગંધ ખાઈને તેનો ઉકેલ લાવવામાં આવે છે. ગંભીર ગુના અંગે ક્યારેય સાંભળ્યું નથી. પોલીસ પાસે પણ કોઈ કેસ જતો નથી. ગામે ગાંધીજી પાસેથી આપસમાં હળી-મળીને રહેવાનું તથા દરેક સુખ-દુ:ખમાં એકબીજાનો સાથ આપવાનું શીખ્યું છે. તેઓ તેનું ચુસ્ત પાલન કરે છે.


છૂત-અછૂત ખતમ કરવા 1928માં ગાંધીજી ગામમાં આવ્યા હતા
ભત્રાના પ્રથમ ધારાસભ્ય અભિમન્યુ કુમારે મંદિરનો પાયો નાંખ્યો હતો. તેમને બધાને સાથે લઈ 11 એપ્રિલ 1974માં તેનું નિર્માણ કર્યું હતું. તેમના પુત્ર પ્રમોદકુમાર કહે છે કે આઝાદી પછી અહીં છૂત-અછૂત ઘણું હતું. ગાંધીજી 1928માં તેને ખતમ કરવાના અભિયાન સાથે અહીં આવ્યા હતા. અહીંના લોકોને મંદિરોમાં પ્રવેશ અને પૂજાની મંજૂરી નહોતી ત્યારે તેમના પિતાજીએ ગાંધીજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું.

 


 

adv

Related News

post
post
post
post
post
post
post