• Home
  • News
  • માહિમ વર્માના સ્થાને IPLના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લા BCCIના ઉપાધ્યક્ષ બનશે
post

ટૂંક સમયમાં નામની જાહેરાત થઈ શકે છે, IPL ચેરમેન રહી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 08:50:31

ઔરંગાબાદ: IPLના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લા વહેલી તકે બીસીસીઆઈના નવા ઉપાધ્યક્ષ બની શકે છે. 13 એપ્રિલના ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી બન્યા બાદ માહિમ વર્માએ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. બોર્ડના નવા બંધારણ અનુસાર એક વ્યક્તિ એક સમયે 2 પદ પર નથી રહી શકતો. બોર્ડના નિયમ અનુસાર 45 દિવસમાં સ્પેશિયલ જનરલ મિટિંગ કરી નવા ઉપાધ્યક્ષની નિમણૂંક કરવાની રહે છે. લૉકડાઉનના કારણે હાલ આમ થવું મુશ્કેલ છે. ગાંગુલી અધ્યક્ષ બન્યા ત્યારે રાજીવ શુકલાના ઉપાધ્યક્ષ બનવાની ચર્ચા હતી. પરંતુ કુલિંગ ઓફ પીરિયડ પૂર્ણ ના થવાથી થઈ શક્યું નહોતું. હવે તેમની નિમણૂંક થઈ શકે છે. રાજીવ શુક્લા ઉ.પ્ર. ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી રહી ચૂક્યા છે. 2017માં લોઢા કમિટીની ભલામણ બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.


રાજ્યસભાની ઉમેદવારી ફગાવી હતી
રાજીવ શુક્લાએ માર્ચમાં રાજ્યસભાની ઉમેદવારીનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ત્યારથી ચર્ચા હતી કે તેઓ બોર્ડમાં સામેલ થઈ શકે છે. તેઓ પદાધિકારી તરીકે ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યાં છે. આઈપીએલની વર્તમાન સિઝન અચોક્કસ મુદ્દત સુધી સ્થગિત છે. એવામાં રાજીવ શુકલાની એન્ટ્રી બાદ બોર્ડ કોઈ નિર્ણય લઈ શકે છે.


IPL
માટે વિન્ડો શોધવી મોટું કામ
આઈપીએલ ના થવાથી બોર્ડને 4000 કરોડથી વધુનું નુકસાન થઈ શકે છે. બોર્ડના અધિકારી માટે આઈપીએલની બીજી વિન્ડો શોધવી મુશ્કેલ કામ છે. દેશની બહાર પણ ટી-20 લીગ યોજવાની ચર્ચા ચાલી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post