• Home
  • News
  • મહારાષ્ટ્રમાં મોટી બેદરકારી:પોલિયો ડ્રોપની જગ્યાએ સેનિટાઈઝર પીવડાવ્યું, 12 બાળકો હોસ્પિટલમાં એડ્મિટ
post

ઉલટી અને બેચેનીની ફરિયાદ પછી દરેક બાળકોને યવતમાલ જિલ્લા હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવ્યા, તેમની હાલત હાલ સ્થિર

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-02 11:11:05

સેનિટાઈઝરના ડ્રોપ પીવડાવાવમાં આવ્યા છે. દરેક બાળકોની ઉંમર પાંચ વર્ષ કરતાં ઓછી છે. ઉલટી અને બેચેનીની ફરિયાદ પછી તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થીર છે. ડોક્ટરની ટીમ તેમની દેખરેખ કરી રહી છે.

આ કેસમાં ભાનબોરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના એક ડોક્ટર, એક આંગણવાડી સેવિકા અને એક આશા કાર્યકર્તા સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. યવતમાલના સોશિયલ એક્ટિવિસ્ટ કિશોર તિવારીએ કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે સાથે મુલાકાત કરશે અને દોષિતો પર કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.

આ બાળકોની તબિયત ખરાબ થઈ
આ ઘટના રવિવારની છે. તેના પછીના દિવસે પોલિયો અભિયાન ટીમને જાણ કરવામાં આવી ત્યારે તેમને તેમની ભુલ સમજાઈ અને તેમણે બીજી વખતમાં બાળકોને પોલિયોની દવા પીવડાવી. જે બાળકો બીમાર થયા છે તેમના નામ- ગિરમ ગેદામ, યોગશ્રી ગેદામ, તનુજ ગેદામ, હર્ષ મેશ્રામ, વેદાંત મેશ્રામ, રાધિકા મેશ્રામ, પ્રાતી મેશ્રામ, માહી મેશ્રામ, નિશા મેશ્રામ, આસ્થા મેશ્રામ અને ભાવના અર્કે છે.

દવા આપવાર સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી છે કે નહીં?
જિલ્લા પરિષદના CEO શ્રી કૃષ્ણ પાંચાલે કહ્યું કે, આ બહુ મોટી બેદરકારી છે. પોલિયો વેક્સિનની બોટલ પર વાયરલ મોનિટર વાળા સ્ક્વેર બનેલા હોય છે. તેમનો એક અલગ રંગ હોય છે. આ સંજોગોમાં બેદરકારી કેવી રીતે થઈ તેની કડક રીતે તપાસ કરવામાં આવશે. એ પણ જોવામાં આવશે કે, બાળકોને દવા આપનાર સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી છે કે નહીં?

 

adv

Related News

post
post
post
post
post
post
post