• Home
  • News
  • મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના:સીધીમાં 54 મુસાફરો ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી; 4 લોકોના મૃત્યુ, 7ને બચાવી લેવામાં આવ્યા
post

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત સીધીના નૈકિન વિસ્તારમાં થયો હતો. લગભગ સવારે સાડા સાત વાગ્યે પટના બ્રિજ પાસે બસ નહેરમાં ખાબકી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-16 11:16:02

મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. કેનાલમાંથી અત્યાર સુધી 4 મૃતદેહો કાઢવામાં આવ્યાં છે, જ્યારે 7 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. બસમાં 54 મુસાફરો સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે 7.30 વાગ્યે અકસ્માત થયો હતો.

બસ સીધીથી સતના જઇ રહી હતી. નૈકિનમાં તે પટના પુલ પાસે કેનાલમાં ખાબકી હતી. અકસ્માતનું કારણ હજી બહાર આવ્યું નથી. મુખ્યમંત્રી શિવરાજસિંહને અકસ્માત અંગેની માહિતી મળતાની સાથે જ તેમણે સીધીમાં અધિકારીઓ સાથે વાત કરી છે અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે.

SDRF અને ફાયરની ટીમ દ્વારા બચાવ કામગીરી
SDRFની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. ક્રેન ઉપરાંત અન્ય મશીનરી પણ મંગાવવામાં આવી છે. ફાયરથી ટીમ પણ ત્યાં હાજર છે. બાણસાગર ડેમમાંથી કેનાલનું પાણી બંધ કરાયું છે. કેનાલની જળસપાટી ઘટાડવા માટે તેનું પાણી સિહાવલ કેનાલમાં તરફ વાળવામાં આવી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post