• Home
  • News
  • કર્ણાટક હિજાબ વિવાદમાં મલાલાની એન્ટ્રી:કહ્યું- હિજાબમાં છોકરીઓને શાળાએ જતાં રોકવી તે બાબત જોખમી છે, મુસ્લિમ મહિલાઓને હાસિયામાં જતાં અટકાવો
post

મુસ્લિમ મહિલાઓનું રક્ષણ કરવા માટે ભારતીય નેતાઓને અપીલ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-09 11:54:42

કર્ણાટક: કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈએ એન્ટ્રી મારી છે. તેણે સોશિયલ મીડિયા પર કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ અંગે પોતાનો ડર વ્યક્ત કર્યો છે.

મલલાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે કોલેજ આપણને દબાણ કરી રહી છે કે અભ્યાસ પસંદ કરવો કે હિજાબ. હિજાબ પહેરીને છોકરીઓને સ્કૂલે જતાં રોકવામાં આવી રહી છે તે જોખમી છે. મહિલાઓ ઓછા કે વધારે કપડા પહેરે તેનો વિરોધ કરાઈ રહ્યો છે. ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાસિયામાં જતાં રોકવી જોઈએ.

કેવી રીતે શરૂ થયો હિજાબ vs ભગવા વિવાદ?
કર્ણાટકના કુંડાપુરા કોલેજની 28 મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ પહેરીને ક્લાસ અટેન્ડ કરતાં રોકવામાં આવી હતી. આ ઘટના વિશે વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે ઈસ્લામમાં હિજાબ ફરજિયાત છે, તેથી એની મંજૂરી આપવી જોઈએ. છોકરીઓના હિજાબ પહેરવા વિશેના જવાબમાં હિન્દુ સંગઠનોના છોકરાઓએ કોલેજ કેમ્પસમાં ભગવા શાલ પહેરવા કહ્યું હતું. જ્યારે હુબલીમાં શ્રીરામ સેનાએ કહ્યું હતું કે જે લોકોએ બુરખો અથવા હિજાબ પહેરવાની માગણી કરી છે, તેઓ પાકિસ્તાન જઈ શકે છે. એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે કે હિજાબ પહેરીને શું ભારતને પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે?

કર્ણાટકમાં હિજાબ વિશેનો વિવાદ 1 જાન્યુઆરીએ શરૂ થયો હતો
અહીં ઉડ્ડીપીમાં 6 મુસ્લિમ વિદ્યાર્થિનીએ હિજાબ પહેર્યો હોવાથી તેમને ક્લાસરૂમમાં બેસતા રોકવામાં આવી હતી. ત્યાર પછી આ છોકરીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. છોકરીઓની દલીલ છે કે હિજાબ પહેરવાની મંજૂરી ના આપવી એ બંધારણીય અનુચ્છેદ 14 અને 25 અંતર્ગત તેમના મૌલિક અધિકારનું હનન છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post