• Home
  • News
  • બંગાળમાં મમતાનો દાવો:વિધાનસભા ચૂંટણી પર દીદી બોલ્યાં- તૃણુમૂલ 221થી ઓછી સીટ નહીં જીતે, અમને આ વાતનો 110% કોન્ફિડન્સ
post

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ તમામ ધર્મોના લોકોને એકસાથે લઈને નથી ચાલતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-12 11:53:46

પશ્ચિમ બંગાળમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ અને સત્તારૂઢ તૃણુમૂલ કોંગ્રેસ ચૂંટણી પહેલાં જીતવાનું જોર લગાવી રહ્યાં છે. આ વચ્ચે કોલકાતામાં ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2021 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો કે વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની સીટ 221થી ઓછી નહીં હોય. તેઓએ કહ્યું કે તેઓ પોતાની જીત માટે સંપૂર્ણપણે આશ્વસ્ત છે. અમને બે વખત જેટલી સીટ મળી છે, આ વખતે તેનાથી વધુ જ મળશે. અમને આ વાત પર 110% વિશ્વાસ છે.

ભાજપ ભાગલાની રાજનીતિ કરી રહ્યું છેઃ મમતા
તેઓએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ક્યારેય જાતિ આધારીત રાજનીતિ નથી થઈ, પરંતુ ભાજપે તેની શરૂઆત કરી દિધી છે. ભાજપના લોકો દરેક ધર્મના લોકોને સાથે રાખીને નથી ચાલતા, પરંતુ તેઓ ભાગલા પાડવાનું કામ કરે છે. તેઓએ કહ્યું કે ભાજપના લોકોએ બંગાળીઓને પર વેંચી દિધા છે, તેઓએ બંગાળીઓને બંગાળી સાથે લડાવી દિધા છે.

તેઓએ કહ્યું કે, 'તેઓ કહે છે કે તમે બાંગ્લાદેશના બંગાળી છો અને તમે અહીંના બંગાળી છો. ભાજપ માત્ર ગુંડાગર્દીની રાજનીતિ કરવાનું જ જાણે છે. તેઓ રાજ્ય સરકારને ઈનકમ ટેક્સ અને સીબીઆઈથી ડરાવવાનું કામ કરે છે.'

બંગાળમાં આવવું શાહનો હક્ક છેઃ મમતા
ગૃહ મંત્રીની બંગાળ મુલાકાત પર તેઓએ કહ્યું કે, તેઓ આવી શકે છે અને બોલી શકે છે. મેં લક્ષ્મણ રેખાનું પાલન કર્યું. પરંતુ તેઓએ શું કર્યું? અહીં આવીને અમને ધમકાવી રહ્યાં છે. બોલે છે કે અમને બરબાદ કરી દેશે. અમને જોઈ લેશે. તેઓએ કહ્યું કે અમે કોઈનાથી ડરવાના નથી.

શાહને નંદીગ્રામથી ચૂંટણી લડવાનો પડકાર
મમતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર કટાક્ષ કર્યો. તેઓએ કહ્યું કે બે લોકો દેશ ચલાવી રહ્યાં છે. સૌને કહે છે કે અમે જે બોલીશું, તે જ થશે. તેઓએ અમિત શાહને નંદીગ્રામ વિધાનસભામાં પોતાના વિરૂદ્ધ ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો. તેઓએ કહ્યું કે ભાજપને ખ્યાલ છે કે જો વિકાસના મુદ્દે ચૂંટણી લડવામાં આવી તો તેઓએ ખરાબ રીતે હાર થશે. તેથી જ તેઓ જાતિ-ધર્મની રાજનીતિ પર ઉતરી આવ્યા છે.

TMC-BJPમાં સીધી ટક્કર
તૃણુમૂલ કોંગ્રેસ સતત બે વખતથી બંગાળની સત્તા મેળવવામાં સફળ રહી છે. 2011માં તૃણુમૂલને 184 સીટ જ્યારે 2016માં તેમના ખાતામાં 211 સીટ આવી હતી. આ વખતે મમતા સરકારની સીધી જ લડાઈ ભાજપ સામે છે. 2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં મળેલી સફળતા પછી ભાજપ વિધાનસભામાં તેવું પ્રદર્શન કરવાના પ્રયાસમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post