• Home
  • News
  • બંગાળ વિધાનસભામાં મણિપુરનો પ્રસ્તાવ રજૂ, TMC-BJP સામસામે, મમતાએ કહ્યું- જ્ઞાન નથી જોઈતું
post

ટુકડે-ટુકડે ગેંગ અને I.N.D.I.A સમાન : હિરન્મય ચટ્ટોપાધ્યાય

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-31 18:29:02

દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી હિંસા થઈ રહી છે અને સંસદમાં પણ આ મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો થઈ રહ્યો છે અને વિપક્ષ સતત કેન્દ્ર અને મોદી સરકાર પાસે જવાબ માંગી રહ્યો છે તેમજ વડાપ્રધાન મોદી મણિપુર મુદ્દે ગૃહમાં બોલવાની માંગ કરી છે ત્યારે હવે બંગાળ વિધાનસભામાં મણિપુર પર એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. 

પ્રસ્તાવ રજૂ થયા બાદ બીજેપી ધારાસભ્યને બોલવા દેવાયા

આ પ્રસ્તાવ રજૂ થયા બાદ ભાજપના ધારાસભ્યને બોલવા દેવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય શંકર ઘોષે કહ્યું કે બંગાળ સરકાર કેટલી ગંભીર છે તે દર્શાવે છે કે તેનો સમય ઓછો થઈ ગયો છે. અગાઉ બે કલાકનો સમય આપવામાં આવતો હતો જે ગૃહની સહમતિથી ઘટાડીને એક કલાક કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભાજપના હિરન્મય ચટ્ટોપાધ્યાયે કહ્યું કે ટુકડે-ટુકડે ગેંગ અને I.N.D.I.A સમાન છે. મણિપુરની ચર્ચા થઈ રહી છે તો રાજસ્થાનની ચર્ચા કેમ નથી થઈ રહી. તમને તમારુ રાજ્ય દેખાઈ રહ્યું નથી. મમતા બેનર્જી મણિપુર, યુપી, મહારાષ્ટ્ર, આસામ જોઈ શકે છે પરંતુ બંગાળની હિંસા જોઈ શકતી નથી.

કોઈપણ રાજ્યને તેના પર ચર્ચા કરવાનો અધિકાર નથી : શુભેંદુ અધિકારી

ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ કહ્યું, 'મણિપુર બીજા રાજ્ય અને વિધાનસભાનો મામલો છે. જ્યારે ત્યાં કોઈ સમસ્યા હોય ત્યારે તેના પર સંસદમાં ચર્ચા થઈ શકે છે, પરંતુ કોઈપણ રાજ્યને તેના પર ચર્ચા કરવાનો અધિકાર નથી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને સુનાવણી ચાલી રહી છે. તમે રાજકીય લાભ માટે આ કર્યું છે. માત્ર I.N.D.I.A લખવાથી INDIA નથી બની જતું. 2021થી અત્યાર સુધી જે મૃત્યુ થયું છે તેની ક્યારેય ચર્ચા થઈ નથી. આ પછી મમતા બેનર્જીએ પણ વિધાનસભામાં પોતાની વાત રાખી હતી. તેમણે કહ્યું બકવાસની જેમ વાત ન કરો. ભાજપને કોઈ કંઈ બોલી શકે નહીં. મીડિયાની સ્વતંત્રતા સાથે ચેડા થઈ રહ્યા છે અને ભારત સળગી રહ્યું છે. ભાજપ બેટી જલાઓ અને બેટી હટાઓ કરી રહી છે. મને ભાજપ પાસેથી જ્ઞાન નથી જોઈતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post