• Home
  • News
  • મનીષ સિસોદિયાનો ઘટસ્ફોટ:AAP તોડીને ભાજપમાં આવી જાઓ, CBI-EDના કેસ બંધ કરી દઈશું; પોતાને મહારાણા પ્રતાપના વંશજ ગણાવ્યા
post

મારો ભાજપને જવાબ- હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપુત છું. માથું ભલે કપાઈ જાય પરંતુ ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓ સામે ઝૂકીશ નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-22 17:33:19

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું છે કે ભાજપ તરફથી તેમને ઓફર મળી છે. આ ઓફરમાં કહેવાયું છે કે તેમે આમ આદમી પાર્ટી તોડીને ભાજપમાં આવી જાઓ CBI અને EDના કેસ બંધ કરી દેવાશે.

મનીષ સિસોદિયાએ આ વાતને લઈને ટ્વીટ પણ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે મારી પાસે ભાજપ પાસેથી સંદેશો આવ્યો છે કે તમે આપને તોડીને ભાજપમાં આવી જાઓ, CBI-EDના તમામ કેસ બંધ કરી દઈશું.

મારો ભાજપને જવાબ- હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપુત છું. માથું ભલે કપાઈ જાય પરંતુ ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામે તમામ કેસો ખોટા છે, જે કરવું હોય તે કરી લો.

પોતાને મહારાણા પ્રતાપના વંશજ ગણાવ્યા
આ બધાની વચ્ચે સિસોદિયા સામેની CBI તપાસને લઈને આમ આદમી પાર્ટીએ જાતિ કાર્ડ ઉતાર્યું છે. પાર્ટીએ સિસોદિયાને મહારાણા પ્રતાપના વંશજ ગણાવ્યા છે. આ બાબતમાં રવિવારે સૌથી પહેલા આપના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે મહારાણા પ્રતાપના વંશજ મનીષ સિસોદિયાને ભાજપ ખોટા આરોપમાં પરેશાન કરી રહી રહ્યું છે. આને લઈને ગુજરાતના રાજપુત યુવાનોમાં રોષ છે.

આગામી દિવસોમાં પાંચ હજારથી વધારે રાજપુત યુવાનો પાર્ટીમાં જોડાશે. શનિવારે પાર્ટી પ્રવક્તા સંજય સિંહે પણ સિસોદિયાને મહારાણા પ્રતાપના વંશજ ગણાવીને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પર પ્રહાર કર્યો હતો. પાર્ટીને આશા છે કે રાજપુતોની સહાનુભૂતિથી ફાયદો થશે.

સિસોદિયા સામે લુકઆઉટ નોટિસ
ઉલ્લેખનીય છે કે CBIએ રવિવારે દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદિયા સામે વુક આઉટ નોટિસ જારી કરી છે. રિપોર્ટ મુજબ, સિસોદિયા સિવાય 13 અન્ય લોકોને દેશ છોડવાની મનાઈ કરી દેવામાં આવી છે. CBIએ શુક્રવારે દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસીની તપાસ માટે સિસોદિયાના સરકારી નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો. 14 કલાક ચાલેલી કાર્યવાહી દરમિયાન સિસોદિયાનો મોબાઈલ, લેપટોપ જપ્ત કરાયા છે. CBIએ કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post