• Home
  • News
  • Mann Ki Baat: વડાપ્રધાન મોદીએ પુછ્યા દેશભરના મ્યુઝિયમ સાથે સંકળાયેલા 7 સવાલ
post

સૌ માતા-પિતાએ પોતાના બાળકોને વૈદિક ગણિત જરૂરથી શીખવવું જોઈએઃ વડાપ્રધાન મોદી

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-25 10:53:23

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રમ મોદીએ રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 88મા એપિસોડને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું કે, દેશને એક 'પ્રધાનમંત્રી સંગ્રહાલય' મળ્યું છે. તેને દેશના લોકો માટે ખુલ્લું મુકી દેવામાં આવ્યું છે. આ ગર્વની વાત છે કે, આપણે વડાપ્રધાનના યોગદાનને યાદ કરી રહ્યા છીએ, દેશના યુવાનોને તેના સાથે જોડી રહ્યા છીએ. 

પ્રધાનમંત્રી સંગ્રહાલયનો ઉલ્લેખ કરીને તેમણે ગુરૂગ્રામ ખાતે રહેતા સાર્થકનું નામ લીધું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, સાર્થક પ્રધાનમંત્રી સંગ્રહાલય જોઈને આવ્યા છે. તેમણે નમો એપ પર લખ્યું હતું કે, તેઓ વર્ષોથી ન્યૂઝ ચેનલ્સ જુએ છે, સોશિયલ મીડિયા સાથે પણ કનેક્ટેડ છે. તેમને લાગતું હતું કે, તેમનું જનરલ નોલેજ ખૂબ જ સારૂં છે પરંતુ તેમણે જ્યારે પીએમ સંગ્રહાલયની મુલાકાત લીધી તો ખબર પડી કે તેઓ અનેક બાબતો વિશે કશું પણ નથી જાણતા. 

સાર્થકે લખ્યું હતું કે, મને નહોતી ખબર કે મોરારજીભાઈ પહેલા પ્રશાસનિક સેવામાં હતા. સંગ્રહાલયમાંથી તેમને મહાત્મા ગાંધી, જેપી નારાયણ અને આપણાં પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નેહરૂ અંગે પણ જ્ઞાનવર્ધક જાણકારી મળી. 

વડાપ્રધાને જણાવ્યું કે, આપણાં દેશના લોકોની ઈતિહાસ પ્રત્યેની જિજ્ઞાસા ખૂબ જ વધી રહી છે. આ દરમિયાન તેમણે દેશભરમાં આવેલા મ્યુઝિયમ અંગે સવાલ કર્યા હતા. વડાપ્રધાને #MuseumQuizનો ઉપયોગ કરીને નમો એપ પર અને સોશિયલ મીડિયા પર આ સવાલોનો જવાબ આપવા અપીલ કરી હતી. 

વડાપ્રધાને પુછ્યાં આ 7 સવાલોઃ

1. કયા શહેરમાં એક રેલવે મ્યુઝિયમ છે જ્યાં 45 વર્ષથી લોકો ભારતીય રેલવેનો વારસો નિહાળી રહ્યા છે. 

2. મુંબઈમાં કયું મ્યુઝિયમ આવેલું છે જ્યાં કરન્સીનું ઈવોલ્યુશન જોવા મળે છે. ત્યાં છઠ્ઠી શતાબ્દીના સિક્કાઓની સાથે ઈ મની પણ ઉપસ્થિત છે. 

3. વિરાસત-એ-ખાલસા કયા મ્યુઝિયમ સાથે સંકળાયેલું છે. આ મ્યુઝિયમ પંજાબના કયા શહેરમાં ઉપસ્થિત છે. 

4. દેશનું એકમાત્ર કાઈટ મ્યુઝિયમ ક્યાં છે. ત્યાં રાખવામાં આવેલા સૌથી વિશાળ પતંગનો આકાર 22*16 ફૂટ છે. 

5. ભારતમાં ટપાલ ટિકિટ સાથે સંકળાયેલું નેશનલ મ્યુઝિયમ ક્યાં છે. 

6. ગુલશન મહલ નામની ઈમારતમાં કયું મ્યુઝિયમ આવેલું છે. 

7. કયું મ્યુઝિયમ ભારતના ટેક્સટાઈલ સાથે સંકળાયેલા વારસાને સેલિબ્રેટ કરે છે. 

વૈદિક ગણિત અંગે ચર્ચા

વડાપ્રધાન મોદીએ એક શ્લોકનો ઉલ્લેખ કરીને ગણિત વિષય અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, 'यत किंचित वस्तु तत सर्वं, गणितेन बिना नहि!' અર્થાત આ સંસારમાં જે પણ બધું છે તે સઘળું ગણિત પર આધારીત છે. કોલકાતાના ગૌરવ ટેકરીવાલ સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, ગૌરવ છેલ્લા 2-2.5 દશકાથી વૈદિક ગણિતની ચળવળમાં સમર્પણ સાથે આગળ વધી રહ્યા છે. તેમણે યોગને પણ તેના સાથે સાંકળ્યું છે જેથી બાળકો આંખ બંધ કરીને પણ કેલક્યુલેશન કરી શકે છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, સૌ માતા-પિતાએ પોતાના બાળકોને વૈદિક ગણિત જરૂરથી શીખવવું જોઈએ. તેનાથી બાળકોના મનમાં રહેલો ગણિત પ્રત્યેનો ડર નીકળી જશે. 

કેશલેસ પેમેન્ટના ફાયદા ગણાવ્યા

કેશલેસ પેમેન્ટના ફાયદા ગણાવતી વખતે વડાપ્રધાન મોદીએ દિલ્હીની બે બહેનો સાગરિકા અને પ્રેક્ષાનો ઉલ્લેખ કર્યો હતો. બંને બહેનોએ દિલ્હીમાં એક આખા દિવસ માટે કેશલેસ પેમેન્ટ કરવાનો નિર્ણય લીધો હતો. આખા દિવસમાં તેમને ક્યાંય પણ ડિજિટલ પેમેન્ટ કરવામાં મુશ્કેલી નહોતી પડી. આ ઉપરાંત વડાપ્રધાને ગાઝિયાબાદની આનંદિતા ત્રિપાઠીની યાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આનંદિતાને પોતાની મુસાફરી દરમિયાન ક્યાંય પણ કેશનો ઉપયોગ કરવાની જરૂર નહોતી પડી. 

ઉલ્લેખનીય છે કે, પ્રત્યેક મહિનાના અંતિમ રવિવારે વડાપ્રધાન મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ને સંબોધિત કરે છે. અગાઉ 27 માર્ચના રોજ વડાપ્રધાન મોદીએ 'મન કી બાત'ના 87મા એપિસોડને સંબોધિત કર્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post