• Home
  • News
  • ઈડરમાં આભ ફાટતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 193 તાલુકાઓમાં વરસાદ
post

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 44 ટકા વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-11 18:21:21

રાજ્યમાં કેટલાક ભાગોમાં મેઘમહેર થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમા ઈડરમાં આભ ફાટ્યું હતું જેના પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા.

રાજ્યના 21 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. આ સિવાય ભારે વરસાદને પગલે પાણીની આવક થતા નદી, નળા સહિત ડેમો છલકાઈ ગયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં ઈડરમાં આભ ફાટ્યું હતું અને 6 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો જેના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાય ગયા હતા. આ સાથે જ રાજ્યના 21 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સિવાચ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ 44 ટકા થયો. 

રાજ્યના 40 ડેમ હાઇએલર્ટ પર

રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે ત્યારે અનેક ડેમને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. રાજ્યના 206 ડેમમાંથી 40 ડેમને હાઇએલર્ટ પર જ્યારે 13 ડેમ એલર્ટ પર તેમજ 15 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.

ગુજરાતમાં સિઝનનનો 44  ટકા વરસાદ 

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 44 ટકા વરસાદ નોંધાયો છે જેમાં સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં 112 ટકા પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ પડ્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 45 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો છે જ્યા 30 ટકા જેટલો નોંધાયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post