• Home
  • News
  • મેઘાલયના રાજ્યપાલે કરી PM પર કોમેન્ટ:કહ્યું- મોદીના મિત્ર અદાણી, તેથી લાગુ નથી થતાં ટેકાના ભાવ; ખેડૂતોને હરાવી ના શકાય
post

સત્યપાલ મલિકે ખેડૂત આંદોલન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી મુલાકાતની વાત ફરી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-22 17:40:14

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક ખેડૂતોના મુદ્દે નારાજ દેખાય છે. તેમણે વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરીને કહ્યું છે કે, ટેકાના ભાવ દેશમાં એટલા માટે લાગુ નથી થતાં, કારણકે વડાપ્રધાનના એક મિત્ર છે, જેનું નામ છે અદાણી. તેઓ છેલ્લાં 5 વર્ષમાં એશિયાના સૌથી અમીર માણસ બની ગયા છે.

સત્યપાલ મલિકે કહ્યું કે, દેશના ખેડૂતોને હરાવીના શકાય. જ્યાં સુધી તેમની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ ચાલુ રાખશે. મેઘાલયના રાજ્યપાલ રવિવારે હરિયાણાના નૂંહમાં વીર ભગત સિંહ ગૌશાળામાં કાર્યક્રમમાં સામેલ થયા હતા. સત્યપાલ મલિકે કહ્યું કે, જો ટેકાના ભાવ લાગુ નહીં કરાય અને તેની કાયદાકિય ગેરંટી નહીં આપે તો ફરી એકવાર લડાઈ થશે.

હવે જો આ લડાઈ થશે તો તે ખૂબ ભયંકર હશે. તમે આ દેશના ખેડૂતોને હરાવી ના શકો. કેમકે ત્યાં તમે ઈડી અથવા ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓને મોકલી નથી શકવાના. તેથી તમે આ ખેડૂતોને કેવી રીતે હરાવશો? તપાસ એજન્સીઓનો દૂર ઉપયોગ ના થવો જોઈએ. તેમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. એજન્સીઓને નિષ્પક્ષ રીતે કામ કરવા દેવું જોઈએ.

અદાણીએ પાણીપતમાં ગોડાઉન બનાવીને ઘઉંનો સ્ટોક કર્યો
સત્યપાલ મલિકે કહ્યું કે, અદાણએ પાણીપતમાં એક ગોડાઉન બનાવી દીધું છે અને સસ્તા ભાવે ખરીદેલા ઘઉંનો તેમણે સ્ટોક પણ કર્યો છે. જ્યારે મોંઘવારી વધશે ત્યારે તેઓ આ ઘઉંને વેચી દેશે. આ રીતે વડાપ્રધાનના મિત્ર નફો કમાશે અને ખેડૂતોને નુકસાન થશે. તેમની સામે મોટી લડાઈ લડવામાં આવશે.

ગુવાહાટી એરપોર્ટનો કિસ્સો સંભળાવ્યો
સત્યાપાલે ગુવાહાટી એરપોર્ટનો એક કિસ્સો પણ સંભળાવ્યો. સત્યપાલ મલિકે કહ્યું, હું જ્યારે પણ ક્યાય જઉ છું ત્યારે ગુવાહાટી એરપોર્ટ થઈને જ જઉં છું. એક વાર ગુવાહાટી એરપોર્ટ પર એક મહિલા ફૂલોનો બુકે લઈને ઉભી હતી. જ્યારે મેં પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા છો, તો તેમણે કહ્યું કે, હું અદાણી તરફથી આવી છું. મેં પૂછ્યું તેનો અર્થ શું છે ત્યારે તેમણે કહ્યું કે, હવે આ એરપોર્ટ અદાણીએ ખરીદી લીધું છે. અદાણીને એરપોર્ટ, પોર્ટ અને મુખ્ય યોજનાઓ આપવામાં આવી છે અને આ રીતે દેશને વેચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમે આવું નહીં થવા દઈએ.

PM મળ્યા હતા ત્યારની વાત કરી
સત્યપાલ મલિકે ખેડૂત આંદોલન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી મુલાકાતની વાત ફરી કરી. તેમણે કહ્યું કે, મેં વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી અને તેમને કહ્યું હતું કે, ખેડૂતો દિલ્હીની સીમાઓ પર બેઠા છે. તેમાંથી પ્રત્યેક વ્યક્તિ 40 ગામનો પ્રમુખ છે, 700 લોકોના મોત થયા છે. જ્યારે એક કૂતરો મરે છે ત્યારે દિલ્હીથી શોક સંદેશ મોકલવામાં આવે છે. ખેડૂતો માટે કોઈ શોક સંદેશ મોકલાયો નથી. ત્યારપછી ખેડૂતોના વિરુદ્ધમાં લાવવામાં આવેલા ત્રણ કાળા કાયદા પરત લેવા પડ્યા અને માફી માંગવી પડી.

 

adv

Related News

post
post
post
post
post
post
post