• Home
  • News
  • અનલોક-4:દિલ્હી, અમદાવાદ સહિત દેશભરની મેટ્રો 5 મહિના બાદ આજથી દોડશે, કેન્દ્રએ અમદાવાદ સહિત 6 રાજ્યના 35 જિલ્લામાં ટેસ્ટ વધારવા કહ્યું
post

કેન્દ્રએ દિલ્હી, મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત 5 રાજ્ય, 1 કેન્દ્રશાસિત પ્રદેશને ટેસ્ટ વધારવા કહ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 09:46:51

કોરોના મહામારીના કારણે લગભગ 5 મહિના સુધી બંધ રહ્યા બાદ મુંબઇને બાદ કરતા દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ સહિત દેશભરમાં મેટ્રો સેવા સોમવારથી શરૂ થઇ રહી છે. દિલ્હીના મેટ્રો સ્ટેશનોને 12 સપ્ટેમ્બર સુધીમાં 3 તબક્કે શરૂ કરાશે. જોકે, કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતા સ્ટેશનો હાલ બંધ રહેશે. ફિઝિકલ કોન્ટેક્ટ ઓછામાં ઓછો રહે તે માટે પૂરી તૈયારી કરાઇ છે. સ્ટેશનો પર ઓટોમેટિક થર્મલ સ્ક્રીનિંગ સાથેના સેનિટાઇઝર ડિસ્પેન્સર અને ફુટ પેડલ સંચાલિત લિફ્ટ લગાવાઇ છે. ઝીરો કોન્ટેક્ટ અંતર્ગત ટોકન કાઉન્ટર બંધ જ રહેશે, માત્ર સ્માર્ટકાર્ડ ધારકો જ મુસાફરી કરી શકશે.

ટ્રેનમાં માસ્ક પહેરવું ફરજિયાત
એન્ટ્રી-એક્ઝિટ જુદી અને મર્યાદિત હશે. મુસાફરોને ઓછામાં ઓછી વાતો કરવા કહેવાયું છે. મેટ્રો કેમ્પસમાં અને ટ્રેનમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. દિલ્હી મેટ્રો સર્વિસ 2 શિફ્ટમાં સવારે 7થી 11 અને સાંજે 4થી 8 સુધી ચાલશે. બેંગલુરુમાં ટેક્નિકલ કારણોસર મેટ્રો કાર્ડધારકોએ રિચાર્જ કરાવ્યા બાદ અઠવાડિયામાં એક વાર કાર્ડ યુઝ કરવું જરૂરી રહેશે. અત્યાર સુધી રિચાર્જ કરાવ્યા બાદ 10 વર્ષ સુધીમાં ગમે ત્યારે યુઝ કરવાની છૂટ હતી.

કેન્દ્રએ દિલ્હી, મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત 5 રાજ્ય, 1 કેન્દ્રશાસિત પ્રદેશને ટેસ્ટ વધારવા કહ્યું
કેન્દ્ર સરકારે 5 રાજ્ય તથા 1 કેન્દ્રશાસિત પ્રદેશને સંક્રમણનો દર 5 ટકાથી નીચે લાવવા માટેના પગલાં ભરવા અને ટેસ્ટ વધારવા કહ્યું છે. આ રાજ્યોના 35 જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા અને મૃત્યુદર વધુ છે. આ 35 જિલ્લામાં દિલ્હીના તમામ 11 જિલ્લા, પ.બંગાળમાં કોલકાતા, હાવરા, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણા, મહારાષ્ટ્રમાં પૂણે, નાગપુર, થાણે, મુંબઇ, મુંબઇ ઉપનગર, કોલ્હાપુર, સાંગલી, નાસિક, અહેમદનગર, રાયગઢ, જલગાંવ, સોલાપુર, સતારા, પાલઘર, ઔરંગાબાદ, ધુલે અને નાંદેડ, ગુજરાતમાં સુરત, પુડુચેરીમાં પોંડિચેરી અને ઝારખંડમાં પૂર્વ સિંહભૂમ સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post