• Home
  • News
  • કરોડપતિ દૂધવાળો:દુધ વેચવા માટે ભિવંડીમાં એક વ્યક્તિએ ખરીદ્યું 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર, પોતાના ખેતરમાં બનાવ્યું હેલિપેડ
post

જનાર્દન ભોઇર આજકાલ આ હેલિકોપ્ટરની ટ્રાયલ લઈ રહ્યા છે. દૂધ ખેતીની સાથે સાથે જનાર્દન રિયલ એસ્ટેટનો પણ બિઝનેસ ધરાવે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-16 10:48:35

ભિવંડીના એક ખેડૂતે દૂધ વેચવા માટે એક હેલિકોપ્ટર ખરીદ્યું છે. આ સાંભળીને ગજબ લાગે છે, પરંતુ તે સાચું છે. ભિવંડીમાં દૂધનો ધંધો કરતાં જનાર્દન ભોઇરે પોતાના ધંધાના સંબંધમાં દેશના વિવિધ ભાગોમાં જવું પડે છે. તેથી તેણે સમય બચાવવા હેલિકોપ્ટરને 30 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે

રવિવારે ટ્રાયલ માટે હેલિકોપ્ટરને તેમના ગામમાં લાવવામાં આવ્યું હતું. ભોઇરે તેમાં પોતે બેઠા ન હતા અને ગ્રામ પંચાયતમાં વિજેતા સભ્યોને બેસાડ્યા હતા. જનાર્દન ભોઇર માટે કહેવાય છે કે તેમની પાસે 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.

એટલા માટે જનાર્દને ખરીદ્યું હેલિકોપ્ટર
જનાર્દન ભોઇર આજકાલ આ હેલિકોપ્ટરની ટ્રાયલ લઈ રહ્યા છે. દૂધ, ખેતીની સાથે-સાથે જનાર્દન રિયલ એસ્ટેટનો વ્યવસાય પણ ધરાવે છે. પોતાના કામને લઈને તેને ઘણી વખત પશ્ચિમથી પૂર્વી રાજ્યો સુધી જવું પડે છે. ઘણી જગ્યાએ ફ્લાઇટની સુવિધાના અભાવને કારણે, તેઓનો ઘણો સમય બગાડે છે, જે પછી એક મિત્રની સલાહ પર તેણે એક હેલિકોપ્ટર ખરીદ્યું.

ઘરની પાસે જ બનાવ્યું હેલિપેડ
જનાર્દન કહે છે કે ડેરીના વ્યવસાય માટે તેમને ઘણીવાર પંજાબ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને પૂર્વના રાજ્યોમાં જવું પડે છે. જનાર્દન ભોઇરે પોતાના ઘરની પાસે જ હેલિકોપ્ટર માટે હેલિપેડ બનાવ્યું છે. સાથો સાથ પાઇલટ રૂમ, ટેકનિશિયન રૂમ બનાવવાની પણ તૈયારી ચાલી રહી છે. તેણે કહ્યું કે 15 માર્ચે મારાં હેલિકોપ્ટરની ડિલિવરી થવાની છે, મારી પાસે 2.5 એકરની સાઇટ છે જ્યાં હું હેલિકોપ્ટર માટે રાઉન્ડ પટ્ટી અને અન્ય વસ્તુઓ બનાવીશ.

ભિવંડીમાં ઘણા મોટા ઉદ્યોગપતિઓ રહે છે
હકીકતમાં, ભિવંડી વિસ્તારમાં ઘણી મોટી કંપનીઓના ગોડાઉન છે જેથી લોકોને સારું ભાડુ મળે છે. ભિવંડી વિસ્તારમાં દેશના તમામ મોંઘી ગાડીઓ જોવા મળશે. આ વાતને એવી રીતે સમજીએ કે અમેરિકાના રાષ્ટ્રપતિના કાફલામાં ચાલનારી કેડિલેક કાર પ્રથમ વખત મુંબઈમાં નહીં પરંતુ ભિવંડી વિસ્તારથી જ ખરીદવામાં આવી હતી. જનાર્દન ભોઇર પાસે પણ ઘણા ગોડાઉન છે, અને તેથી તેમેને ઘણી કમાણી થઇ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post