• Home
  • News
  • ખાણ માફિયાએ DSP ઉપર ડમ્પર ચડાવ્યું:ઘટનાના 4 કલાકમાં એન્કાઉન્ટર થયું; એકને ગોળી વાગી, બીજાને પણ પોલીસે ઘેર્યો
post

ખનનમંત્રી મૂળચંદ શર્માનું કહેવું છે કે આ વિસ્તારમાં ઘણું ગેરકાયદે ખનન ચાલી રહ્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-19 19:46:57

હરિયાણાના નૂંહ જિલ્લામાં મંગળવારે ખાણ માફીયાઓએ DSPને ડંપર નીચે કચડી નાંખ્યા છે. DSP સુરેન્દ્ર સિંહ અહીં દરોડા પાડવા માટે ગયા હતા. તેમનું ઘટના સ્થળે દુઃખદ અવસાન થયું હતુ. આ ઘટના બન્યાના 4 કલાક બાદ પોલીસે આરોપીઓની તપાસ કરી અનેક ગામોને ઘેરી લીધા છે. મળતી માહિતી પ્રમાણે તાવડ વિસ્તારના પંચગાંવમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું છે, જેમાં ડમ્પરના ક્લિનર ઈકરારના પગમાં ગોળી લાગી છે. તેની પોલીસે ધરપકડ કરી છે.

સરકારી ગાડી પાસે ઊભા હતા DSP, ડમ્પરની ટક્કરથી નીચે પડ્યા
તાવડું પોલીસને માહિતી મળી હતી કે પંચગામમાં પહાડીમાં મોટા પાયે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. ડીએસપી સુરેન્દ્ર સિંહ પોલીસ ટીમ સાથે પહાડી વિસ્તારમાં દરોડા પાડવા પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળે ખનન કરતા માફિયાઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો તો તેમણે DSP પર પથ્થર ભરેલું ડંપર ચડાવી દીધું હતું. એ સમયે ડીએસપી સુરેન્દ્ર સિંહ તેમની સરકારી ગાડી પાસે ઊભા હતા. ડમ્પરની ટક્કર વાગતાં તેઓ નીચે પડી ગયા હતા અને ડમ્પર તેમના પરથી પસાર થઈ ગયું હતું.

સુરેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. આ ઘટના પછી મોટી સંખ્યામાં પોલીસ ત્યાં તહેનાત કરવામાં આવી છે. ઘટના પછી આરોપીઓ ભાગી ગયા છે. પોલીસે આરોપીઓને શોધવા સર્ચ- ઓપરેશન શરૂ કરી દીધું છે.

3 મહિનામાં સુરેન્દ્ર સિંહ નિવૃત્ત થવાના હતા
DSP
સુરેન્દ્ર સિંહ હિસાર જિલ્લાના આદમપુર વિસ્તારના ગામ સારંગપુરમાં રહેતા હતા. તેઓ 12 એપ્રિલ 1994એ હરિયાણા પોલીસમાં ASIના પદ પર ભરતી થયા હતા. પોલીસમાંથી હવે તેઓ 31 ઓક્ટોબરે સેવા નિવૃત્ત થવાના હતા. નોંધનીય છે કે ગેરકાયદે ખનન રોકવા ડીએસપી સુરેન્દ્ર સિંહે તેમની ગાડી ત્યાં ઊભી રાખીને ડમ્પર રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી તેઓ ગાડીમાંથી નીચે ઊતર્યા તો ડમ્પરે તેમને કચડી નાખ્યા.

માફિયાને છોડીશું નહીં: અનિલ વીજ
નૂહમાં DSP સુરેન્દ્ર સિંહ હત્યા કેસમાં ગૃહમંત્રી અનિલ વીજે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે મેં કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. જેટલી ફોર્સ લગાવવી પડે એ લગાવીશું અને ખનન-માફિયાને માફ નહીં કરીએ.

ખનનમંત્રી મૂળચંદ શર્માનું કહેવું છે કે આ વિસ્તારમાં ઘણું ગેરકાયદે ખનન ચાલી રહ્યું હતું. ખનન ક્યાં થઈ રહ્યું છે એની માહિતી મેળવવામાં આવી રહી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ પર આ રીતે હુમલો કરનાર લોકોને છોડવામાં આવશે નહીં.

અરવલ્લીના પહાડો પર મોટા પાયે ગેરકાયદે ખનન
તાવડું વિસ્તારમાં અરવલ્લીના પડાહો પર મોટા પાયે ગેરકાયદે ખનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પ્રશાસને તેના પર પ્રતિબંધ લગાવવા માટે 3 જૂને જ ઉચ્ચ સ્તરિય એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી હતી. તેમાં ઘણાં વિભાગના અધિકારીઓ સામેલ હતા. તેમાં ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ પણ સામેલ હતા.


SDM
તાવડુ સુરેન્દ્ર સિંહ પાલના જણાવ્યા પ્રમાણે ટાસ્ક ફોર્સ બનાવી અરવલ્લીના પ્રતિબંધિત વિસ્તારોમાં ગેરકાયદે ખનન રોકવાની કાર્યવાહી પ્રશાસન કરતું હતું. ટાસ્ક ફોર્સે સપ્તાહમાં બે વાર અરવલ્લી વિસ્તારમાં આવેલા ગામડાઓની સ્થિતિ જોવાની હતી. ડિએસપી મંગળવારે ગેરકાયદે ખનની માહિતી મળતાં ત્યાં દરોડા પાડવા પહોંચ્યા હતા. ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post