• Home
  • News
  • ચંદીગઢ પછી IIT મુંબઈમાં MMS કૌભાંડ:છોકરીનો આરોપ - કેન્ટીન કર્મચારીએ બાથરૂમની બારીમાંથી વીડિયો રેકોર્ડ કર્યો, આરોપીની ધરપકડ
post

IITએ કહ્યું કે આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલ પાઇપ બ્લોક કરી દેવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-20 18:23:14

ચંદીગઢ યુનિવર્સિટી બાદ હવે IIT બોમ્બેમાં પણ એક વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે (IIT બોમ્બે)ના વિદ્યાર્થીએ પવઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થીનો આરોપ છે કે રવિવારે રાત્રે કેન્ટીન કર્મચારીએ હોસ્ટેલ 10 (H10) ના બાથરૂમની બારીમાં તેનો વીડિયો રેકોર્ડ 5:02 PM 9/20/2022કર્યો હતો. આ ઘટના રવિવારે રાત્રે બની હતી.

પોલીસે એફઆઈઆર નોંધ્યા બાદ 22 વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી. આરોપીના મોબાઈલમાંથી હજુ સુધી કોઈ વીડિયો મળ્યો નથી. બુધવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

કેન્ટીન હવે માત્ર મહિલા સ્ટાફ દ્વારા જ ખોલવામાં આવશે
મામલો સામે આવ્યા 5:08 PM 9/20/2022બાદ IIT મુંબઈએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે- IITની હોસ્ટેલની નાઇટ કેન્ટીનનો કર્મચારી પાઇપ ડક્ટ પર ચઢીને બાથરૂમમાં વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો.ત્યારે તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કેન્ટીન તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે, અને માત્ર મહિલા સ્ટાફ હશે તો જ ખોલવામાં આવશે.

IITએ કહ્યું કે આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલ પાઇપ બ્લોક કરી દેવામાં આવી છે. IIT બોમ્બે તેના વિદ્યાર્થીઓ સાથે ઉભું છે. અમે અમારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ પગલાં લઈશું.

ઘટના બાદ વિસ્તાર સીલ કરાયો, સીસીટીવી લગાવ્યા
IIT
બોમ્બેના ડીન પ્રોફેસર તપનેન્દુ કુંડુએ જણાવ્યું હતું કે હોસ્ટેલ કેન્ટીન અગાઉ મેલ સ્ટાફ દ્વારા ચલાવવામાં આવતી હતી, સંસ્થાએ આ બાબતે તાત્કાલિક પગલાં લીધાં છે. બહારના એરિયાથી બાથરૂમ તરફ જતો રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે. હોસ્ટેલ વિંગ H10 દ્વારા સર્વે કર્યા બાદ જરૂરી સ્થળોએ સીસીટીવી કેમેરા અને લાઈટીંગ લગાવવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post