• Home
  • News
  • મોદી ભક્ત હવે મમતાના પક્ષમાં:બંગાળના રાજકારણમાં ઉથલપાથલ, બાબુલ સુપ્રિયો તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ; 48 દિવસ પહેલાં BJPમાંથી રાજીનામું આપ્યું હતું
post

પશ્ચિમ બંગાળમાં બીજેપીને વધુ એક ઝટકો લાગ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-18 15:56:52

પશ્ચિમ બંગાળમાં બીજેપીને વધુ એક ઝટકો લાગ્યો છે. મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા સાંસદ બાબુલ સુપ્રિયોએ ટીએમસી જોઈન કરી લીધું છે. થોડા દિવસ પહેલાં જ બાબુલ સુપ્રિયોએ બીજેપીમાંથી રાજીનામું આપ્યું છે. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી અને ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસની સભ્યતા ગ્રહણ કરી છે.

બાબુલ સુપ્રિયોનું પાર્ટીમાં સામેલ થયા પછી ટીએમસી તરફથી નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ બાબુલ સુપ્રિયો ટીએમસીમાં સામેલ થઈ ગયા છે. અમે પાર્ટીમાં તેમનું સ્વાગત કરીએ છીએ.

ટીએમસી નેતાનો દાવો, સંપર્કમાં છે અન્ય બીજેપી નેતા
બાબુલ સુપ્રિયોના ટીએમસીમાં સામેલ થયા પછી પાર્ટી નેતા કૃષાલ ઘોષનું કહેવું છે કે, બીજેપીના અન્ય નેતાઓ પણ ટીએમસી નેતૃત્વના સંપર્કમાં છે. તે લોકો બીજેપીથી સંતુષ્ટ નથી. એકે તો આજે ટીએમસી જોઈન કરી જ લીધુ છે અને અન્ય નેતા પણ ટીએમસી આવવા માંગે છે. આ પ્રક્રિયા ચાલતી રહેશે. રાહ જુઓ અને જોતા રહો.

જુલાઈમાં રાજનીતિમાંથી સન્યાસની જાહેરાત
નોંધનીય છે કે, આ વર્ષે જુલાઈ મહિનામાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળમાં બીજેપીમાં મોટા નેતામાં સામેલ બાબુલ સુપ્રિયોએ રાજનીતિને અલવિદા કહ્યું હતું. તેમણે સોશિયલ મીડિયામાં આ વિશે એક પોસ્ટ લખીને કહ્યું હતું કે, રાજનીતિમાં માત્ર સમાજસેવા માટે આવ્યા હતા. હવે તેમણે તેમનો રસ્તો બદલવાનો નિર્ણય કર્યો છે.

પહેલાં કહ્યું હતું- કોઈ પાર્ટીમાં સામેલ નથી થવાના
નોંધનીય છે કે, જુલાઈ મહિનામાં જ્યારે બાબુલ સુપ્રિયોએ રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમને લોકોની સેવા કરવા માટે રાજકારણમાં રહેવાની જરૂર નથી. તેઓ રાજનીતિથી અલગ થઈને પણ તેમનો ઉદ્દેશ પૂરો કરી શકે છે. તેમની તરફથી પોસ્ટમાં પહેલાં આ વાત પર જોર આપવામાં આવ્યું હતું કે, તેઓ હંમેશા બીજેપીનો હિસ્સો રહ્યા છે અને રહેશે. તેમણે એટલે સુધી કહ્યું હતું કે, તેઓ ટીએમસી અથવા અન્ય કોઈ પાર્ટીમાં સામેલ થવાના નથી. પરંતુ હવે તેમની તરફથી પોસ્ટ અપડેટ કરવામાં આવી છે અને તેમાં તેમણે આ લાઈન હટાવી દીધી છે. ત્યારપછીથી અટકળો વધી ગઈ હતી અને હવે લગભગ દોઢ મહિના પછી તેઓ ટીએમસીમાં જોડાઈ ગયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post