• Home
  • News
  • મોદી સરકારનું ઓપરેશન ગંગા, ગુજરાતના 100 વિદ્યાર્થીઓ ગુજરાત પહોંચ્યા
post

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ અગ્ર સચિવ હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય ઉપસ્થિત રહ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-28 12:14:33

ગાંધીનગર: યુક્રેન- રશિયા યુદ્ધની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી યુવા વિદ્યાથીઓને ઓપરેશન ગંગા અંતર્ગત પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રયાસોથી સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન અન્વયે આવેલી પહેલી ફલાઇટમાં ગુજરાતના 100 જેટલા યુવા  વિદ્યાથીઓ મુંબઈ અને દિલ્હી આવી ગયા છે.

 

મુખ્યમંત્રીએ ખબર-અંતર પૂછ્યા:

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા અને તેમના ક્ષેમ કુશળ પૂછ્યા હતા મુખ્યમંત્રીએ આ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ  રાજ્ય સરકાર તેમની મદદ માટે તત્પર છે તેનો સધિયારો વાલીઓને આપ્યો હતો. આ સમયે તેમની સાથે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ અગ્ર સચિવ હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય ઉપસ્થિત રહ્યા.


સરકારનો માન્યો આભાર:

આ વિદ્યાથીઓ અને તેમના માતા પિતાએ હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નો તેમજ ગુજરાત સુધી પહોંચાડવાની સુવિધા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કર્યો હતો

adv

Related News

post
post
post
post
post
post
post