• Home
  • News
  • કોરોના મુદ્દે એક્શનમાં મોદી:ઓક્સિજન સાથે જોડાયેલી વસ્તુઓ અને સાધનસામગ્રી પર આગામી 3 મહિના કસ્ટમ ડ્યૂટી નહીં, વેક્સિન ઇમ્પોર્ટ પર પણ છૂટ
post

ઓક્સિજનનું પરિવહન કરતાં વાહનોને અટકાવવામાં આવશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-24 17:27:16

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે લેવામાં આવેલાં પગલાંની સમીક્ષા કરવા બેઠક કરી હતી. તેમણે એ બાબત પર ભાર આપ્યો કે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો પુરવઠો વધારવાની સાથે સાથે ઘર અને હોસ્પિટલોમાં દર્દીઓની સંભાળ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરવાની તાત્કાલિક જરૂરિયાત છે.

વડાપ્રધાને ઓક્સિજન અને તબીબી સપ્લાઇની ઉપલબ્ધતા માટે તમામ મંત્રાલયો અને વિભાગો સાથે સંકલન સાથે કામ કરવા પર ભાર મૂક્યો હતો. એમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 3 મહિના સુધી ઓક્સિજન સાથે જોડાયેલી સાધનોની આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટી અને હેલ્થ સેસ નહીં લગાવવામાં આવે.

PM મોદીએ મહેસૂલ વિભાગને આ પ્રકારનાં સાધનોની આયાત પર વહેલી તકે કસ્ટમ ક્લિયરન્સ આપવાની સૂચના આપી હતી, સાથે એ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે કોરોના વેક્સિનની આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટીને 3 મહિના માટે સમાપ્ત કરી દેવામાં આવે.

ગુરુવારે પણ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક મળી હતી
આ પહેલાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્સિજન સપ્લાઇ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે રાજ્યોને કરવામાં આવી રહેલા ઓક્સિજન સપ્લાઇમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન આવવો જોઈએ.

ગૃહ મંત્રાલયનો રાજ્યોને નિર્દેશ- કોઈપણ અવરોધ વિના ઓક્સિજનનાં વાહનોની અવરજવર અટકાવવી નહિ

·         એક જિલ્લામાંથી બીજા જિલ્લા કે વિસ્તારમાં ઓક્સિજન પરિવહન કરતાં વાહનોને અટકાવવામાં આવશે નહીં.

·         એક રાજ્યથી બીજા રાજ્યમાં ઓક્સિજન વહન કરતાં વાહનો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

·         ઓક્સિજનઉત્પાદકોને એવું કહી શકાશે નહીં કોઈ એક રાજ્ય અથવા શહેરની હોસ્પિટલોમાં જ પુરવઠો મોકલવામાં આવે.

·         શહેરોમાં પણ ઓક્સિજનનાં વાહનોની અવરજવર પર કોઈ સમયનો પ્રતિબંધ રહેશે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post