• Home
  • News
  • મોદીની દેશને અપીલ- લોકલથી ગ્લોબલ બનવાનો આ મોટો અવસર, તેથી લોકલ માટે વોકલ રહો
post

વડાપ્રધાને કહ્યું- મહામારીથી ઉપજેલા આ સંકટના દોરમાં આપણને લોકલે જ બચાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 09:01:53

નવી દિલ્હી:. દેશમાં લોકડાઉનને 54 દિવસ થઇ ગયા. વડાપ્રધાને લોકડાઉનના દોરમાં પાંચમી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું. 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી. મોદીએ એક મહત્વપૂર્ણ વાત લોકલથી વોકલ (vocal about local)અંગે કહી. મતલબ કે લોકલ પ્રોડક્ટ્સને લઇને જાગૃત બનો અને તેને પ્રોત્સાહન આપો. તેમણે સ્પષ્ટ કહ્યું કે સંટના આ દોરમાં દેશને લોકલે જ બચાવ્યું છે. તેથી હવે તેમને ગ્લોબલ બનાવવું એ પણ આપણી જવાબદારી છે. મોદીએ તેમના ભાષમાં 28 વખત આત્મનિર્ભરતા શબ્દનો ઉપયોગ કર્યો.લોકલ આપણી જવાબદારી
વડાપ્રધાને કહ્યું, ‘‘ગરીબ, શ્રમિક, પ્રવાસી મજૂર હોય, માછીમાર હોય. દરેક વર્ગ માટે આર્થિક પેકેજમાં અમુક મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે. કોરોનાએ આપણને લોકલ મેન્યુફેક્ચરિંગ, લોકલ સપ્લાય ચેન અને લોકલ માર્કેટિંગનો અર્થ સમજાવી દીધો છે. લોકલે જ આપણી ડિમાન્ડ પૂરી કરી છે. આપણને લોકલે જ બચાવ્યું છે. લોકલ માત્ર જરૂરિયાત નથી પણ આપણી સૌની જવાબદારી છે. ’’

આ જીવનમંત્ર બનાવો
મોદીએ આગળ કહ્યું-‘‘ સમયે આપણને શીખવ્યું છે કે લોકલને આપણો જીવનમંત્ર બનાવવો પડશે. તમને આજે જે ગ્લોબલ બ્રાન્ડ લાગે છે તેઓ ક્યારેક આવી રીતે જ લોકલ હતા. જ્યારે ત્યાંના લોકોએ તેનો ઉપયોગ અને પ્રચાર શરૂ કર્યો. તેમની બ્રાન્ડીંગ કરી, તેમના પર ગર્વ કર્યો તો તે પ્રોડક્ટ્સ લોકલથી ગ્લોબલ બની ગયા. તેથી આજથી દરેક ભારતીયને તેમના લોકલ માટે વોકલ બનવાનું છે. ન માત્ર પ્રોડક્ટ ખરીદવાના છે પરંતુ તેનો ગર્વથી પ્રચાર પણ કરવાનો છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણો દેશ આવું કરી શકે છે. તમારા પ્રયાસોએ દરેક વખતે તમારા પ્રત્યે મારી શ્રદ્ધાને વધારી દીધી છે. ’’

લોકલનું ઉદાહરણ પણ આપ્યું
વડાપ્રધાને સ્થાનિક ઉત્પાદો મતલબ કે લોકલ પ્રોડક્ટ્સને લઇને ખાદીનું ઉદાહરણ આપ્યું. કહ્યું-‘‘ હું ગર્વ સાથે એક વાત મહેસૂસ કરું છું. મેં એક વખત તમને ખાદી ખરીદવાનો આગ્રહ કર્યો હતો. ખૂબ ઓછા સમયમાં ખાદી અને હેન્ડલૂમનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. તમે તેને બ્રાન્ડ બનાવી દીધી. ખૂબ નાનો પ્રયાસ હતો પરંતુ બહુ સારુ પરિણામ મળ્યું. ’’

એફિશિઅન્સી અને ક્વોલિટીનો મંત્ર
વડાપ્રધાને રિફોર્મ્સ પર પણ ભાર મૂક્યો. કહ્યું-‘‘ રિફોર્મ ખેતીની ચેન સાથે પણ જોડાશે જેથી ખેડૂતો સશક્ત થાય અને કોરોના જેવા સંકટમાં ખેતી પર ઓછામા ઓછી અસર થાય. આ રિફોર્મ મજબૂત ફાયનાન્શિયલ સિસ્ટમના નિર્માણ માટે પણ હશે. તે રોકાણને આકર્ષિત કરશે અને મેક ઇન ઇન્ડિયાના સપનાને સાકાર કરશે. આત્મનિર્ભરતા હકીકતમાં આત્મબળ અને આત્મવિશ્વાસથી શક્ય છે. આત્મનિર્ભરતા ગ્લોબલ સપ્લાય ચેનની સ્પર્ધામાં દેશને તૈયાર કરશે. તેને સમજીને આર્થિક પેકેજમાં ઘણી જોગવાઇ કરવામાં આવી છે. તેનાથી આપણા દરેક સેક્ટર્સની એફિશિઅન્સી વધશે અને ક્વોલિટી પણ નક્કી થશે. ’’

 

adv

Related News

post
post
post
post
post
post
post