• Home
  • News
  • મોદીએ કહ્યું-મને મારી બાળ સેના પર પૂરતો ભરોસો છે, તેઓ સુનિશ્ચિત કરશે કે લોકો પોતાના ઘરમાં રહે
post

પ્રધાનમંત્રીએ બુધવારે એક ટ્વિટ કર્યું, તેમાં બાળ સેના એટલે કે બાળકોનો ઉલ્લેખ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 09:30:52

નવી દિલ્હી: કોરોના વાઈરસને અટકાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. મોદીએ ટ્વિટર પર કહ્યું છે કે મને પૂરો વિશ્વાસ છે કે મારી બાળ સેના એટલે કે બાળકો સુનિશ્ચિત કરશે કે લોકો ઘરમાં જ રહે. જેના કારણે ભારત કોવિડ-19 સામે અસરકારક રીતે લડી શકે. પીએમએ ટ્વિટ સાથે વીડિયો પણ શેર કર્યો છે. જે હ્રદયને સ્પર્શી જાય તેવો છે. એક બાળકીના પિતા ફોન ઉપર વાત કર્યા બાદ ઘરની બહાર જવા માંગે છે. પરંતુ બાળકી તેના પિતાને ઘરની બહાર જતા રોકે છે. 


વાયરલ થયો પિતા-પુત્રીનો વીડિયો
મોદીએ શેર કરેલો વીડિયો ગુરુવાર સુધીમાં 74 હજાર લોકોએ લાઈક કર્યો અને 15 હજાર લોકોએ રી-ટ્વિટ કર્યો હતો. 24 માર્ચે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જરૂરી સેવાઓને લાકડાઉન સેવાથી અલગ રાખી છે. 

 

લોકડાઉન ખૂબ જરૂરી

મંગળવાર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હિન્દુસ્તાનને બચાવવા માટે 21 દિવસનું લોકડાઉન ખૂબ જરૂરી છે. આ જનતા કર્ફ્યુથી વધારે કડક હશે. આ એક પ્રકારે કર્ફ્યુ જ છે. બહાર નિકળવાનું શું હોય છે તે 21 દિવસ ભૂલી જાઓ. 21 દિવસ ન સંભાળ્યા તો તમારો દેશ અને તમારો પરીવાર 21 વર્ષ પાછળ જતો રહેશે. કોરોના વાઈરસનો સામનો કરવા માટે સોશિયલ ડિસ્ટંસિંગ જરૂરી છે. આપણે સંક્રમણ ચક્રને તોડવું પડશે. કોરોના વાઈરસથી ત્યારે જ બચી શકાશે જો ઘરની લક્ષ્મણ રેખાને ન ઓળંગવામાં આવે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post