• Home
  • News
  • ગૌરવની ક્ષણ: 21 વર્ષ પછી ભારતની યુવતીએ જીત્યો ‘મિસ યુનિવર્સ’નો તાજ
post

આ વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાને મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જજ કરવાનો મોકો મળ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-13 10:05:44

નવી દિલ્લી: ભારતની હરનાઝ સિંધુએ મિસ યુનિવર્સ 2021નો અવૉર્ડ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. 21 વર્ષ પછી ભારતની દીકરીએ આ ટાઇટલ જીત્યું છે. 70મા મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટનું આયોજન ઇઝરાયલમાં કરવામાં આવ્યું હતું. આ વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાને મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જજ કરવાનો મોકો મળ્યો હતો. હરનાઝે થોડા સમય પહેલાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતને જિતાડવા માટે મારો જીવ રેડી દઈશ.

હરનાઝ કરી રહી છે માસ્ટર્સનો અભ્યાસ:
પંજાબના ચંદીગઢમાં રહેતી હરનાઝ સંધુએ કરિયર તરીકે મોડલિંગ પસંદ કર્યું છે. તેણે ચંદીગઢની શિવાલિક પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પણ તે માસ્ટર્સ કરી રહી છે. 21 વર્ષની હરનાઝ મોડલિંગ અને અન્ય બ્યુટી પેજન્ટમાં ભાગ લેવાની સાથે અભ્યાસ ચાલુ રાખ્યો.

પરિવાર સંકળાયેલો છે ખેતીકામ સાથે:
હરનાઝની આખી ફેમિલી ખેતી કે બ્યુરોક્રેટ્સ સાથે કનેક્ટેડ છે. વર્ષ 2017માં કોલેજમાં એક શો દરમિયાન તેણે પ્રથમ સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું. એ પછીથી તેની સફર શરૂ થઈ. હરનાઝને ઘોડેસવારી, એક્ટિંગ, ડાન્સ અને ફરવાનો શોખ છે. તે ફ્રી હોય ત્યારે ફરવાનો શોખ પૂરો કરે છે. ભવિષ્યમાં તક મળે તો ફિલ્મમાં કામ કરવાની તેની ઈચ્છે છે.

 

દુબળી છોકરીની લોકો કરતા હતા મસ્કરી:
17
વર્ષની ઉંમર સુધી હરનાઝ ઘણી ઈન્ટ્રોવર્ટ હતી. સ્કૂલમાં દૂબળા શરીરને લીધે લોકો તેની મજાક-મસ્તી કરતા હતા. આ જ કારણે હું થોડા સમય માટે ડિપ્રેશનનો ભોગ બની હતી, પરંતુ ફેમિલીએ તેને હંમેશાં સપોર્ટ કર્યો. હરનાઝ ફૂડી છે, પણ સાથે ફિટનેસનું પણ ધ્યાન રાખે છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન હરનાઝે કહ્યું હતું, મને જે ભાવે છે એ બધું ખાવ છું. તેમ છતાં હું વર્કઆઉટ ભૂલતી નથી. હરનાઝ માને છે કે તમને મન થાય એ ખાઈ લેવાનું, પણ વર્કઆઉટ નહીં ભૂલવાનું.

આટલા અવૉર્ડ જીતી

·         વર્ષ 2017માં ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ

·         વર્ષ 2018માં મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર

·         વર્ષ 2019માં ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ

·         વર્ષ 2021માં મિસ યુનિવર્સ ઇન્ડિયા

ભારતને જિતાડવા જીવ રેડી દઈશ
હરનાઝે કહ્યું હતું, હું મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતને જિતાડવા માટે મારો જીવ રેડી દઈશ. આનાથી ભારત અને ઇઝરાયેલના સંબંધો મજબૂત થશે. શહનાઝને માત્ર પોતાના પરિવાર કે પંજાબનું નહીં, પણ આખા દેશનું ગર્વ બનવું છે. હરનાઝે આ વાત સાબિત કરી બતાવી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post