• Home
  • News
  • મૌદ્રિક નીતિ કમિટીની બેઠક:RBIએ રેપો રેટ 4% યથાવત રાખ્યો, હોમ અને ઓટો લોન હાલ સસ્તી થશે નહિ
post

બજેટ પછી આશા રાખીને બેઠેલા મિડલ ક્લાસને એક વખત ફરી નિરાશા હાથ લાગી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-05 10:38:28

ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ની મૌદ્રિક નીતિ કમિટી(MPC) એ રેપો રેટ 4 ટકા યથાવત રાખ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે માહિતી આપી છે. તેમણે 2021-22 માટે GDPમાં 10.5 ટકાના ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું છે. છ સભ્યોવાળી MPCની બેઠક બુધવારે 3 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.

રેપો રેટમાં અત્યાર સુધીમાં 155 બેસિસ પોઈન્ટનો ઘટાડો
જાણકારોને પહેલા આશા હતી કે RBI રેપો રેટમાં કાપ મુકવાથી બચશે. રેપો રેટનો અર્થ RBI દ્વારા બેન્કોને આપવામાં આવતી લોન પરનો વ્યાજદર છે. ખાસ વાત એ છે કે એક ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ 2021-22 બાદ RBIની આ પ્રથમ બેઠક છે. રિઝર્વ બેન્કે ગત વર્ષેના ફેબ્રુઆરીથી અત્યાર સુધીના રેપો રેટમાં કુલ 115 બેસ પોઈન્ટ ઘટાડો કર્યો છે.

રિવર્સ રેપો રેટ પણ સ્થિર
MPC
એ અગાઉની 3 બેઠકોમાં પણ પ્રમુખ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. હાસ રેપો રેટ 4 ટકા છે, જે 15 વર્ષના ન્યુનતમ સ્તર પર છે. બીજી તરફ RBIએ રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા યથાવત રાખ્યો છે. આ દર પર બેન્ક તેની પાસે જમા રકમને રિઝર્વ બેન્કને જમા કરાવે છે.

RBIની નજર હાલ ફિસકલ ડેફિસિટ ઘટાડવા પર છે. આ જ કારણે એક્સપર્ટ પહેલીથી જ એ વાતનો અંદાજો લગાવી રહ્યાં હતા કે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ. સાથે જ વ્યાજ દરને પહેલા કરતા ઘણો ઘટાડવામાં આવ્યો છે. તેના પગલે વ્યાજ દર ઘટવાની આશા આ વખતે પણ ઓછી હતી.

ઘરેલુ અર્થવ્યવસ્થા પર ભરોસો રાખી રહ્યાં છે વિદેશી રોકાણકાર
રિઝર્વ બેન્કે આગામી નાણાંકીય વર્ષે 2021-22માં GDPમાં 10.5 ટકાના વધારાનું અનુમાન લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં તે 11 ટકા થવાનું અનુમાન લગાવ્યું છે.

RBI ગવર્નરે કહ્યું કે ધીરે-ધીરે ઘરોના વેચાણમાં સુધારો થયો છે. સાથે જ લોકોની ખર્ચ કરવાન ક્ષમતા એક વખત ફરી રિકવર થઈ રહી છે. તાજેતરમાં જ જે બજેટ રજૂ કરવામાં આવ્યું, તેનાથી રોકાણની સ્થિતિ સુધરે તેવી શકયતા છે. શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે જાન્યુઆરી-માર્ચની વચ્ચે મોંઘવારી દર 5.2 ટકા સુધી રહી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post