• Home
  • News
  • વ્યાજખોરોએ 24 કરોડને બદલે 183 કરોડ માગ્યા, ત્રાસથી કંટાળીને રાકેશ શાહે હોટલના રૂમમાં આપઘાતનો પ્રયાસ કર્યો
post

તેની કીડની અને લિવર વેચીને પૈસા વસૂલવાની વાત કરાઈ હોવાનો ફરિયાદમાં રાકેશ શાહ નામના જમીન દલાલે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:15:22

અમદાવાદ: ગુજરાતમાં પોલીસને ગૃહરાજ્યમંત્રીએ વ્યાજખોરો સામે ઝૂંબેશ ચલાવવા આદેશ આપ્યો છે. ત્યારથી ગુજરાતમાં લોકદરબાર સહિતના કાર્યક્રમો યોજીને પોલીસ વ્યાજખોરો સામે લોકોને જાગૃત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વ્યાજખોરો જમીન દલાલી તથા વેપાર કરતા એક શખસે 8 લોકો સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવ તેણે એકસાથે 50 ઊંઘની ગોળી ગળી જતા ફરિયાદ નોંધાઈ ત્યારે બહાર આવ્યો છે. તેની પાસે વ્યાજખોરો 10 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ પડાવતા હોવાનું સામે આવ્યું છે. જોકે, તેણે જે રકમ લીધી હતી એ પણ ઓછી ન હતી. પરંતુ તેની સામે અનેકઘણી વસૂલાત કરાતી હતી. તેમજ તેની કીડની અને લિવર વેચીને પૈસા વસૂલવાની વાત કરાઈ હોવાનો ફરિયાદમાં રાકેશ શાહ નામના જમીન દલાલે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

વ્યાજખોરો સામે નોંધાવેલી FIR શબ્દસઃ
મારું નામ રાકેશકુમાર ભીખાભાઈ મફતલાલ શાહ ઉ.વ.52, ધંધો- વેપાર રહે.301, રત્નાકર એવન્યુ,પ્રેરણાતીર્થ દેરાસર પાસે, સેટેલાઈટ, અમદાવાદ,
રૂબરૂમાં જાહેર કરી ફરિયાદ હકીકત લખાવું છું કે, હું મારા ઉપરના બતાવેલા સરનામે પરિવાર સાથે રહું છું અને એમઆર વી વર્લ્ડ નામની કંપની ધરાવી કન્સ્ટ્રક્શનને લગતું કામકાજ કરી મારું તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. અને મારી ઓફિસ 406, અરીસ્તા બિઝનેસ હબ, રાહુલ ટાવર ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ ખાતે આવેલી છે અને તે હાલમાં સંગમભાઈ પટેલ, અર્પિત શાહ, અસ્પાલભાઈ હેમતભાઈ શાહ, દીગપાલભાઈ હેમતભાઈ શાહ, અશોકભાઈ ઠક્કર, ચેતનભાઈ શાહ, પંકજભાઈ પારેખ,લક્ષ્મણભાઈ વેકરિયાના માનસિક ત્રાસને કારણે બંધ કરી દીધેલી છે. મેં આ લોકો પાસેથી ધંધાકીય કામકાજ અર્થે હાથ ઉછીના રૂપિયા લીધેલા હતા અને જે પેટે નિયમિત 1.5% વ્યાજ પણ ચૂકવી આપેલું હતું અને મેં અમુક રકમ મારા ભાઈ દુષ્યંતભાઇ રસીકલાલ શાહની પેઢી હાઉસ ઓફ ક્રિએટિવિટીમાં ચેકથી લીધેલી છે. જે રકમ પણ મેં લીધેલી છે.

મારા જૂના મિત્ર સંગમભાઈ પટેલ પાસેથી એપ્રિલ 2020થી આજદિન સુધી રૂ.13,64,99,999- લીધેલા હતા અને જે પેટે માસિક 1.5% શરાફી વ્યાજે આપવાનું નક્કી કરેલ હતું અને થોડા સમય બાદ સંગમભાઈ પટેલે માસિક 10 % વ્યાજ આપવાનું જણાવેલું અને 10% લેખે વ્યાજ ન આપીએ તો 1% લેખે પેનલ્ટી ગણવાની શરૂ કરી. જેથી મેં અન્ય વ્યક્તિ પાસેથી ઉધાર રકમ લઇ અને સંગમભાઈ પટેલને કુલ રૂ.7,02,31,500 ચૂકવી આપેલા છે. જે અમુક રકમ RTGSથી તેમજ અમુક રકમ રોકડમાં આપેલી છે અને મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય જેથી જૂન 2022થી વ્યાજ આપવાનું બંધ કરેલું. ત્યારબાદ સંગમભાઈ પટેલ મારી ઓફિસે આવી બળજબરીથી કોરા ચેકો તથા પ્રોમિસરી નોટો પ૨ સહીઓ કરાવી લીધેલી છે. અને સંગમભાઈ પટેલને મારે રૂ.6,62,68,499 આપવાના નીકળે છે, પરંતુ તેઓ મને અવારનવાર ફોન પર રૂ.24,00,00,000 (અંકે રૂપિયા ચોવીસ કરોડ)ની માંગણી કરતા અને જો નહીં આપી તો ઘરે આવી ઉઠાવી લઇ તમામ મિલકતો લખાવી લઈશું તેવી ધમકી આપેલી છે.

અમો અર્પિત શાહ પાસેથી 1 એપ્રિલ 2020ના રોજ રૂ.18,00,000/- લીધેલ હતા અને જે પેટે માસિક 1. 5% વ્યાજે આપવાનું નક્કી કરેલ હતું અને થોડા સમય બાદ અર્પિત શાહે માસિક 10% વ્યાજ આપવું પડશે તેમ જણાવેલું અને 10% લેખે વ્યાજ ન આપીએ તો રોજની 1% પેનલ્ટી આપવા જણાવેલી. અર્પિત શાહને મેં કુલ રૂ.79,55,818 ચૂકવી આપેલ છે. અર્પિત શાહને મારે કોઈ જ રકમ આપવાની થતી નથી પરંતુ તેઓ ખોટા હિસાબ કરી મને અવા૨નવાર ફોન પર રૂ.12,00,00,000 (અંકે રૂપિયા બાર કરોડ)ની માંગણી કરતા અને જો તે નહીં આપીએ તો હાથ પગ તોડી નાખવાની ધમકી આપતા હતા .

ત્યારબાદ મારે ધંધાકીય કામકાજ અર્થે પૈસાની જરૂર પડતા અસ્પાલભાઈ હેમતભાઈ શાહ અને દીગપાલભાઈ હેમતભાઈ શાહ પાસેથી એપ્રિલ 2021થી આજદિન સુધી રૂ.7,98,95,000 લીધેલ હતા અને જે પેટે માસિક 1.5% વ્યાજે આપવાનું નક્કી કરેલ હતું અને થોડા સમય બાદ આ લોકોએ માસિક10 % વ્યાજ આપવાનું જણાવેલ અને 10% લેખે વ્યાજ ન આપીએ તો ૧% રોજની પેનલ્ટી ગણવાની શરૂ કરી આથી મેં અન્ય વ્યક્તિઓ પાસેથી ઉધાર રકમ લીધેલ અને આ હેમતભાઈ શાહ અને દીગપાલભાઈ હેમતભાઈ શાહને કુલ્લે રૂ.2,57,00,000 ચૂકવી આપેલ છે. અને મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય જૂન 2022થી વ્યાજ આપવાનું બંધ કરી દીધેલ. ત્યારબાદ આ લોકોએ મારી ઓફિસે આવી બળજબરીથી કોરા ચેકો તથા પ્રોમિસરી નોટો પર સહીઓ કરાવી લીધેલ છે. આ હેમતભાઈ શાહ અને દીગપાલભાઇ હેમતભાઈ શાહને મારે રૂ.5,41,95,000 આપવાના નીકળે છે, પરંતુ તેઓ મને અવારનવાર ફોન પર રૂ.20,00,00,000 (અંકે રૂપિયા વીસ કરોડ)ની માંગણી કરતા અને જો તે નહીં આપીએ તો ફોન પર તથા રૂબરૂ ઘરે આવીને મારા પરિવારના સભ્યો તથા સોસાયટીના માણસોની હાજરીમાં ગંદી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.

ત્યારબાદ અમોએ એક અશોકભાઈ ઠક્કર પાસેથી જૂન 2021થી આજદિન સુધી તેઓના અલગ અલગ માણસો ના ખાતામાંથી રૂ.4,05,89,000 લીધેલ હતા અને જે પેટે માસિક 1.5% વ્યાજે આપવાનું નક્કી કરેલ હતું અને થોડા સમય બાદ અશોકભાઈ ઠક્કરે અસ્પાલભાઈ હેમતભાઈ શાહ અને દીગપાલભાઈ હેમતભાઈ શાહના કહેવાથી માસિક 10% વ્યાજ આપવાનું જણાવેલ અને 10% લેખે વ્યાજ ન આપીએ તો 1% પેનલ્ટી ગણવાની શરૂ કરી જેથી મેં અન્ય વ્યક્તિઓ પાસેથી ઉધાર રકમ લીધેલ અને અશોકભાઈ ઠક્કરને કુલ રૂ.2,40,59,635 ચૂકવી આપેલ છે. અને મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય જૂન 2022થી વ્યાજ આપવાનું બંધ કરેલ. ત્યારબાદ અશોકભાઈ ઠક્કરે મારી ઓફિસે આવી બળજબરીથી કોરા ચેકો તથા પ્રોમિસરી નોટો પર સહીઓ કરાવી લીધેલ છે. અશોકભાઈ ઠક્કરને મારે રૂ.1,65, 29,365 આપવાના નીકળે છે પરંતુ તેઓ મને અવાર નવાર ફોન પર રૂ.50,00,00,000 (અંકે રૂપિયા પચાસ કરોડ)ની માંગણી કરતા અને જો તે નહીં આપીએ તો રસ્તામાં ટ્રક વડે ઉડાવી અકસ્માતમાં ખપાવી દઈશું તેવી ધમકી આપેલ છે.

ત્યારબાદ ચેતનભાઈ શાહ પાસેથી ડિસેમ્બર 2021થી આજદિન સુધી રૂ.8,08,47,998 લીધેલ હતા અને જે પેટે માસિક 1.5% વ્યાજે આપવાનું નક્કી કરેલ હતું અને થોડા સમય બાદ ચેતનભાઈ શાહે અસ્પાલભાઈ હેમતભાઈ શાહ અને દીગપાલભાઈ હેમતભાઈ શાહના કહેવાથી માસિક 10% વ્યાજ આપવાનું જણાવેલ અને 10% લેખે વ્યાજ ન આપીએ તો 1% લેખે પેનલ્ટી ગણવાની શરૂ કરી જેથી મેં અન્ય વ્યક્તિઓ પાસેથી ઉધાર રકમ લીધેલ અને ચેતનભાઈ શાહને કુલ્લે રૂ.1,23,93,424 ચૂકવી આપેલ છે. અને મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય જૂન 2022થી વ્યાજ આપવાનું બંધ કરેલ, ત્યારબાદ ચેતનભાઈ શાહ અન્ય બે ઇસમોને લઇ મારી ઓફિસે આવી બળજબરીથી કોરા ચેકો તથા પ્રોમિસરી નોટો પર સહીઓ કરાવી લીધેલ અને મારો પાસપોર્ટ નં. H5820694 બળજબરીથી લઇ લીધેલ છે. ચેતનભાઈ શાહને મારે રૂ.6,84,54,574 આપવાના નીકળે છે, પરંતુ તેઓ મને અવારનવાર ફોન પર રૂ.30,00,00,000 (અંકે રૂપિયા ત્રીસ કરોડ)ની માંગણી કરતા અને જો તે નહીં આપીએ તો ફોન પર તથા રૂબરૂ ઘરે આવીને મારા પરિવારના સભ્યોની હાજરીમાં જાનથી મારી નાંખવાની ધમકી આપેલ છે.

ત્યાર બાદ પંકજભાઈ પારેખ પાસેથી ડિસેમ્બર 2021થી આજદિન સુધી રૂ.4,74,17,000 લીધેલ હતા અને જે પેટે માસિક 1.5% વ્યાજે આપવાનું નક્કી કરેલ હતું અને થોડા સમય બાદ પંકજભાઈ પારેખે અસ્પાલભાઈ હેમ તભાઈ શાહ અને દીગપાલભાઈ હેમતભાઈ શાહના કહેવાથી માસિક 10% વ્યાજ આપવાનું જણાવેલ અને 10% લેખે વ્યાજ ન આપીએ તો 1% પેનલ્ટી ગણવાની શરૂ કરી જેથી મેં અન્ય વ્યક્તિઓ પાસેથી ઉધાર રકમ લીધેલ અને પંકજભાઈ પારેખને કુલ્લે રૂ.51,79,574 ચૂકવી આપેલ છે. અને મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય જૂન 2022થી વ્યાજ આપવાનું બંધ કરેલ. ત્યારબાદ પંકજભાઈ પારેખ તેઓના જમાઈને મારી ઓફિસે લઇ આવી બળજબરીથી કોરા ચેકો તથા પ્રોમિસરી નોટો પર સહીઓ કરાવી લીધેલ છે. પંકજભાઈ પારેખને મારે 34,22,37,426 આપવાના નીકળે છે, પરંતુ તેઓ મને અવારનવાર ફોન પર રૂ.42,00,00,000 (અંકે રૂપિયા બેતાલીસ કરોડ)ની માંગણી કરતા અને જો તે નહીં આપીએ તો રસ્તામાં ટ્રક વડે ઉડાવી અકસ્માતમાં ખપાવી દઈશું તેવી ધમકી આપેલ છે.

ત્યારબાદ લક્ષમણભાઈ વેકરિયા પાસેથી ડિસેમ્બર 2021થી આજદિન સુધી રૂ.75,00,000 લીધેલ હતા અને જે પેટે માસિક 1.5% વ્યાજે આપવાનું નક્કી કરેલ હતું અને થોડા સમય બાદ લક્ષમણભાઈ વેકરિયાએ માસિક 10% વ્યાજ આપવાનું જણાવેલ અને 10% લેખે વ્યાજ ન આપીએ તો અઠવાડિક 1% પેનલ્ટી ગણવાની શરૂ કરી.જેથી મેં અ ન્ય વ્યક્તિઓ પાસેથી ઉધાર રકમ લીધેલ અને લક્ષમણભાઈ વેકરિયાને કુલ્લે રૂ.99,00,000 ચૂકવી આપેલ છે અને કોઈ જ રકમ આપવાની નીકળતી નથી, પરંતુ તેઓ મને અવારનવાર ફોન પર રૂ.5,00,00,000 (અંકે રૂપિયા 5 કરોડ)ની માંગણી કરતા અને જો તે નહીં આપીએ તો પતાવી દઈશું તેવી ધમકી આપી ઓફિસે આવી બળજબરીથી કોરા ચેકો સહીઓ કરાવી લઇ લીધેલ છે.

મારું ICICI બેંક, પ્રેરણાતીર્થ શાખામાં નં.006401022642થી બચત ખાતું તથા નં.230805000360થી એમઆરવી વર્લ્ડનું ખાતું આવેલ છે તથા ધી મહેસાણા અર્બન કો.ઓ. બેંક લી., સાયન્સ સિટી, સોલા રોડ ખાતે નં .00441101000100થી ચાલુ ખાતુ આવેલ છે. આ આ લોકોએ મારી પાસેથી ICICI બેંક, પ્રેરણાતીર્થ શાખાનાં બચત ખાતા નં.026401022642ના કોરા ચેકો તથા થી એમઆરવી વર્લ્ડના ખાતા નં. 230805000360ના કોરા ચેકો તથા ધી મહેસાણા અર્બન કો.ઓ. બેંક લી., સાયન્સ સિટી, સોલા રોડ ખાતે કરન્ટ ખાતા નં.00441101000100ના કોરા ચેકો બળજબરીથી સહી કરાવી લઇ ગયેલ છે.

જેથી સને એપ્રિલ -2020થી આજ દિન સુધી ઉપરોક્ત તમામ લોકો અવાર-નવાર મારી પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હોય અને બળજબરીથી પૈસા કઢાવવા સારૂ કોસીસ અને મને થતા મારા ઘરના સભ્યોને ઉઠાવી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી તમામના ત્રાસના કારણે મેં મારું ઘર છોડી પાલડી ખાતે આવેલ એપલ ઇન હોટલમાં રહેવા જતો રહેલ હતા અને આ લોકોનો સતત મારી ઉપર ફોન પર ઉઘરાણી કરતા જેથી તા.23/12/2022નારોજ રૂમ નંબર 501માં મેં ઊંઘની50 ગોળીઓ ગળી લીધેલી અને ત્યારબાદ મને એસ.વી.પી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ અને મારા પરિવારના સભ્યો આવી જતા તેઓ દ્વારા વધુ સારવાર અર્થે પાલડી ખાતે આવેલ લાઇફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. અને લાઇફ કેર હોસ્પિટલમાં મને ત્રણ દિવસ આઈ.સી.યુ. વોર્ડમાં રાખવામાં આવેલ અને ત્યારબાદ મને તા.27/12/2022ના રોજ આઈ.સી.યુ.માંથી બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવેલ તે સમયે આ અસ્પાલભાઈ હેમત ભાઈ શાહ નાઓ દરરોજ તથા ચેતનભાઈ શાહ એક વખત લાઇફ કેર હોસ્પિટલ ખાતે આવતાં હતા અને કહેતા હતા કે, “તું હવે તો બચી ગયો છે જેથી તારી કિડની અને તારૂ લીવર વેચીને પણ તારી પાસેથી પૈસા તો કઢાવીશું જ." અને મને સવાર, બપોર, સાંજ આવી અને કહેતા હતા કે તને હોસ્પિટલમાં જ પતાવી દઈશું અને અમારી ઓળખાણ ક્યાં સુધીની છે તેની તને ખબર નથી અને હોસ્પીટલમાં પતાવી દેવામાં અમારે બહુ વાર નહીં લાગે તેવી ઘમકીઓ આપતા હતા અને કહેતા હતા કે, ““C A છીએ તારી સહીવાળા કોરા ચેકો તથા પ્રોમીસરિ નોટો અમારી પાસે છે અમારા ગ્રાહકોમાં ખાતામા તે રકમ બતાવી ચેકરીટર્ન કરાવી અને મ્ય કેસો કરી તને હેરાન કરી દઇશુ.""જે અંગે આપ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કરી આ તમામ હકીકતની ખરાઈ કરી શકો છો.

હાલમાં હું તથા મારો પરિવાર ભયના ઓથા હેઠળ જીવી રહેલ છે અને આ લોકો મને બિભત્સ ગંદી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોઇ તેમજ મારી પાસે ઉંચા વ્યાજે ગેરકાયદેસરની રકમની માંગણી કરતા હોઇ તેમ જ બળજબરીથી કોરા ચેકો તથા પ્રોમીસરી નોટો પર સહી કરી લઇ લીધેલ હોય તેમજ મારો પાસપોર્ટ નં. H582069 4H5820694 ચેતનભાઇ શાહે લઇ લીધેલ છે અને હોસ્પીટલમાં હું દાખલ હોય ત્યારે જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હોય જેથી આ ઉક્ત તમામ લોકો વિરુદ્ધ તથા પોલીસ તપાસમાં મળી આવે તેઓના વિરુધ્ધ કાયદેસર તપાસ થવા ફરિયાદ છે આ તમામ લોકોને જોયેથી ઓળખુ છું. આ લોકોના ચોક્ક્સ સરનામાની ખબર છે. મારા સાહેદ મિત્ર લલીતભાઇ નાગર તથા ઘરના સભ્યો છે વિગેરે છે.એટલી મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post