• Home
  • News
  • રાજ્યમાં ચોમાસાની આગેકૂચ, 7નાં મોત, અમરેલી-ગીરમાં નદીઓ ગાંડીતૂર થઈ
post

18-19 જૂને સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 08:55:56

અમદાવાદ: સોમવારે ચોમાસુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ખેડા, આણંદ અને પંચમહાલ તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ સુધી પહોંચ્યું. આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી છે. 

સોમવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું હતું. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ દરમ્યાન થયેલા વિવિધ અકસ્માતોમાં 7 લોકોના મોત નિપજ્યાં હતા. ઉનામાં વીજળી પડતા 2 માછીમારોના મોત થયા હતા તો  અમરેલી જિલ્લામાં વીજળી પડવાથી 2 મહિલા અને 1 કિશોરનું મોત થયું હતું તો1 મહિલા પૂરમાં તણાઈ ગઈ હતી.

સોમવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસાનો પ્રવેશ થયો હતો. ભરૂચ જિલ્લામાં સોમવાર સવારે 6 વાગ્યા સુધીમાં નેત્રંગ-વાલિયા તાલુકામાં 1.69 ઇંચ અને અંકલેશ્વર તાલુકામાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો અમરેલી અને ગિર-સોમનાથ જિલ્લામાં માત્ર દોઢ કલાક ચાલેલા આકાશમાંથી વરસેલા વીજળીરૂપી મોતને લીધે 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, 2 દાઝ્યા છે અને એક યુવાન લાપત્તા છે.

મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. તે દરમ્યાન બે તાલુકામાં વીજળી પડવાની ઘટના પણ બની હતી. જેમાં 18 પશુઓના મોત નિપજ્યાં હતા. જેમાં વિરપુર તાલુકાના રળીયાત ગામે રહેતા ખેડૂત અમીત ભાઈ પટેલના તબેલા પર  વીજળી પડતા તબેલામાં બાંધેલા પશુઓ પૈકી 11 ગાય,1 ભેંસ, 4 વાછરડાના મોત નિપજ્યા છે.

વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે તો 18-19 જૂને આ બન્ને ક્ષેત્રોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

ક્યાં કેટલો વરસાદ

શહેર

વરસાદ મીમીમાં

અમરેલી

50

લિલિયા (અમરેલી)

74

કોડીનાર

48

ભેંસાણ (જૂનાગઢ)

36

ખાંભા (અમરેલી)

34

મહુવા (સુરત)

31

અંકલેશ્વર

30

વાલિયા

43

ભરૂચ

17

 

adv

Related News

post
post
post
post
post
post
post