• Home
  • News
  • Monsoon: રાજ્યમાં ફરી સક્રિય થશે ચોમાસું, આ વિસ્તારમાં પડશે વરસાદ
post

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદી ઝાપટાથી લઈને 1થી 3 ઇંચ વરસાદની શક્યતા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-30 10:56:13

અમદાવાદઃ રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થવાનું છે. જન્માષ્ટમીથી રાજ્યમાં  ફરી ચોમાસુ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો-પ્રેશરને કારણે રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી વરસાદની શક્યતાઓ છે. સપ્ટેમ્બરમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવનો છે. 

રાજ્યમાં પડશે વરસાદ
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદી ઝાપટાથી લઈને 1થી 3 ઇંચ વરસાદની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વલસાદ, નવસારી, સુરત અને ડાંગમાં સારા વરસાદની આશા છે. તો તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં છે. 

જાણો ક્યારે પડશે વરસાદ
રાજ્યમાં આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો 30 ઓગસ્ટે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે. તો પ્રથમ સપ્ટેમ્બરે નર્મદા, ભાવનગર, ભરૂચ, તાપી, રાજકોટ અને સોમનાથમાં વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી 45 ટકાથી વધુ વરસાદની ઘટ છે. ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 42 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં ગરમી પણ વધી
ગુજરાતમાં વરસાદ ખેંચાવાને કારણે ગરમી પણ વધી છે. હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડે તો રાજ્યમાં ગરમીથી રાહત મળી શકે છે. આ સાથે ખેડૂતો પણ પોતાનો સુકાતો પાક બચાવી શકે છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 4.1 ડિગ્રી વધીને 36.4 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સાથે અન્ય શહેરોમાં પણ ગરમી જોવા મળી રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post