• Home
  • News
  • મુનમુન દત્તાએ બિલાડી ને મમ્મી સાથે સેલિબ્રેટ કર્યો 34મો જન્મદિવસ, ખુશખુશાલ અંદાજમાં જોવા મળી
post

મુનમુન દત્તાએ ઘરમાં જ બર્થડે સેલિબ્રેટ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-29 10:59:46

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ મુનમુન દત્તાનો આજે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ 34મો જન્મદિવસ છે. મુનમુન દત્તાએ પોતાનો જન્મદિવસ માતા તથા પાલતુ બિલાડી સાથે સેલિબ્રેટ કર્યો હતો. મુનમુને સો.મીડિયામાં બર્થડે સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી.

મુનમુન દત્તાએ તસવીરો શૅર કરી
મુનમુન દત્તાએ સો.મીડિયામાં જન્મદિવસની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'સૂર્યની આસપાસ બીજું વર્ષ પસાર થયું. જીવિત, સ્વસ્થ તથા બુદ્ધિમાન રહેવા માટે ધન્યતા અનુભવું છું. તમારા પ્રેમ તથા શુભેચ્છા માટે આભાર. તમામ લોકો ખુશ રહે અને દરેકને આશીર્વાદ.'

હાલમાં જ ટપુ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવી
ઇટાઇમ્સના અહેવાલ પ્રમાણે, મુનમુન તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. ઉલ્લેખનીય છે કે બંને સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતાં નથી. આ વાત પર ઘણીવાર બંનેને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ પણ કર્યા છે.

પરિવારને પણ જાણ છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુનમુન દત્તા તથા રાજ અનડકટના પરિવારને પણ બંનેના સંબંધોની જાણ છે. આટલું જ નહીં 'તારક મહેતા..'ની આખી ટીમને પણ બંનેના સંબંધો વિશે ખબર છે.

adv

Related News

post
post
post
post
post
post
post