• Home
  • News
  • નવા 92 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1032 થયા, અમદાવાદમાં 45 અને સુરતમાં 14 કેસ વધ્યાઃ જયંતિ રવિ
post

28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 11:30:47

ગાંધીનગર. રાજ્યમાં નવા 92 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1032 થઇ છે. નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ અમદાવામાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, ભરૂચમાં 8 કેસ નોંધાયા છે. તેમજ 2 દર્દીના મોત નીપજ્યાં છે. 901 દર્દી સ્ટેબલ છે અને 8 દર્દી વેન્ટિલેટર પર છે. 24 કલાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 150 પોઝિટિવ આવ્યા  હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.

 રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે.  દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં કુલ  17 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહિસાગર જિલ્લાના વીરપુરમાં સાઉદી અરબથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહિસાગર જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ હોવાથી તંત્રમાં દોડધામ મચી છે.  28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે.

રાજ્યમાં 1032 પોઝિટિવ કેસ, 38 મોત અને 73 ડિસ્ચાર્જ

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

545

17

21

વડોદરા

128

06

07

સુરત 

88

05

10

રાજકોટ

29

00

08

ભાવનગર

26

03

10

આણંદ

25

00

00

ગાંધીનગર

17

01

09

પાટણ

15

01

04

ભરૂચ

17

00

00

પંચમહાલ

06

01

00

બનાસકાંઠા

06

00

00

નર્મદા

06

00

00

છોટાઉદેપુર

05

00

00

કચ્છ

04

01

00

મહેસાણા

04

00

00

પોરબંદર

03

00

03

ગીર-સોમનાથ

02

00

01

દાહોદ

02

00

00

ખેડા

02

00

00

જામનગર

01

01

00

મોરબી

01

00

00

સાબરકાંઠા

01

00

00

બોટાદ

04

01

00

મહિસાગર

01

00

00

અરવલ્લી

01

01

00

કુલ 

1032

38

73

 

adv

Related News

post
post
post
post
post
post
post