• Home
  • News
  • ઉતાવળમાં જમવામાં પડી ગયું વધુ મરચું...ચિંતા છોડો અને અપનાવો આ સરળ Tips
post

ઘણી વખત એવું થાય છે મહેમાન આવીને બેઠા હોય અને મહામહેનતે જમવાનું બનાવ્યું હોય તો પણ એક ભૂલના કારણે જમવામાં વધુ મરચું પડી જાય છે. ત્યારે આવા સમયે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમારી આ ખાસ ટિપ્સ ફોલો કરશો તો આવી ભૂલને સુધારવી સરળ બનશે. દરેક ઘરમાં જમવાનું બને છે પણ ક્યારેક મહેમાન આવ્યા હોય અથવા ઉતાવળ હોય તો જમવામાં મરચાનું પ્રમાણ વધુ થઈ જાય છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-03 12:18:01

અમદાવાદઃ ઘણી વખત એવું થાય છે મહેમાન આવીને બેઠા હોય અને મહામહેનતે જમવાનું બનાવ્યું હોય તો પણ એક ભૂલના કારણે જમવામાં વધુ મરચું પડી જાય છે. ત્યારે આવા સમયે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમારી આ ખાસ ટિપ્સ ફોલો કરશો તો આવી ભૂલને સુધારવી સરળ બનશે. દરેક ઘરમાં જમવાનું બને છે પણ ક્યારેક મહેમાન આવ્યા હોય અથવા ઉતાવળ હોય તો જમવામાં મરચાનું પ્રમાણ વધુ થઈ જાય છે. અને વધુ તીખુ ખાનારાને આ જમવાનું પસંદ નથી ગમતું. જેના કારણે તમારી પણ તમામ મહેનત પર પાણી ફરી જાય છે. સાથે જ મસાલા અને તેલનો પણ બગાડ થાય છે તો જો તમારે આ મુશ્કેલીથી બચવું હોય તો આ સરળ ટિપ્સ છે તેને અપનાવજો જે તમારી તમામ મુશ્કેલી સુધારી દેશે.

શાકની તીખાશ સરળતાથી ઓછી કરવાની ટીપ્સ:
1)
ગ્રેવીવાળા શાકમાં તરત જ ઘી અથવા બટર મિક્સ કરી દો
2)
મલાઈ, દહી અથવા ફ્રેશ ક્રીમથી પણ તીખાશ ઓછી થઈ જાય છે.
3)
રસાવાળા શાકમાં ટામેટાંની પેસ્ટ નાખી શકો છો. પણ તે પહેલાં ટામેટાની પેસ્ટને અલગ વાસણમાં તેલમાં નાખી થોડી વાર ચઢાવી દો.
4)
બાફેલા બટાકાનો છૂંદો શાકમાં મિક્સ કરી શકો છો. સાથે સ્વાદ પણ વધી જશે.
5)
રસા વગરના શાકમાં થોડો ચણાનો લોટ શેકીને નાખી દો.
6)
નારિયેળનું તેલ પણ શાકમાં નાખી શકો છો
7)
જો કઢી વધુ તીખી થઈ જાય તો 4-5 ચમચી દહી નાખી તો તેનાથી તીખાશ બેલેન્સ થઈ જશે.
8)
જો પનીરનું શાક અથવા કોફ્તાનું શાક તીખુ થઈ ગયુ હોય તો તેમાં ખાંડ નાખી શકો છો.
9)
ગ્રેવીવાળા શાકમાં દૂધ, માવો, કાજુની પેસ્ટ, ક્રીમ નાખી શકો છો.
10)
બટાકાના રસાવાળા શાકમાં તીખાશને ઓછી કરવા તેમાં ઉકળતુ પાણી નાખી શકો છો.
11)
જો શાક પહેલાથી પાતળુ રસાવાળુ છે તો તેમાં પાણી મીક્સ કરવાનો કોઈ જ અવકાશ નથી. તમે તેમાં લોટના લુઆને બનાવી નાખી શકો છો. જેના કારણે તીખાશ શોષી લેશે. બાદમાં પાણી અને મીઠું નાખી ગ્રેવી બનાવી શકો છો.
12)
લીંબુનો રસ પણ તીખાશને ઓછી કરવામાં મદદ કરે છે.

ખાસ નોંધ - એક વાત એ પણ ધ્યાને રાખવા જેવી છે કે જમવાનું બનાવતા સમયે મીઠુ અને મસાલા થોડા ઓછા જ નાખો. કારણ કે ઓચી માત્રામાં નાખવાથી બાદમાં તેની જરૂરિયાત લાગતા તે વધારી શકાય છે. પણ વધુ માત્રામાં મીઠું અને મરચું પડી જવાના કારણે તેને સરખુ કરવામાં સમયનો બગાડ થાય છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post