• Home
  • News
  • પેટ્રોલ-ડીઝલ પર વધુ ટેક્સથી સરકાર-કંપનીઓને 3 મહિનામાં રૂપિયા 25 હજાર કરોડથી વધુ કમાણી
post

સરકાર: રૂ. 55,733 કરોડ ટેક્સ વસૂલ્યો, ગયા વર્ષની જેમ ત્રિમાસિકથી રૂ. 18,741 કરોડ વધુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 10:50:16

કોરોનાકાળમાં લોકો આર્થિક સંકટમાં આવી ગયા છે. આમ છતાં, સરકાર અને ઓઈલ કંપનીઓ ક્રૂડ ઓઈલની કિંમતોમાં થયેલા ઘટાડાનો ફાયદો ગ્રાહકોને આપવાના બદલે પોતાનાં ખિસ્સાં ભરી રહ્યાં છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિકમાં ઓઈલ કંપનીઓનો ચોખ્ખો નફો ત્રણ ગણો વધીને રૂ. 10,951 કરોડ થઈ ગયો છે, જ્યારે સરકારને ટેક્સના રૂપમાં રૂ. 18,741 કરોડ વધુ મળ્યા છે.

ડિઝલની કિંમત 76 રૂપિયા થઈ
પેટ્રોલિયમ ઉત્પાદનોમાં 80% ખર્ચ ક્રૂડ ઓઈલનો જ હોય છે. ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતીય બાસ્કેટના ક્રૂડ ઓઈલનો પ્રતિ બેરલ ખર્ચ રૂ. 4,100થી 4,400 વચ્ચે હતો, જે એપ્રિલ-મેમાં રૂ. 2,000 પ્રતિ બેરલે આવી ગયો હતો. એ વખતે પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી કરવાના બદલે સરકારે 6 મેથી પેટ્રોલ-ડીઝલ પર પ્રતિ લિટર અનુક્રમે રૂ. 10 અને રૂ. 13 વધારાની એક્સાઈઝ ડ્યૂટી ફટકારી દીધી હતી, જે આજેય લાગુ છે. ક્રૂડ ઓઈલની કિંમત રૂ. ત્રણ હજારની આસપાસ છે, જે 2019ની તુલનામાં રૂ. 1,000 પ્રતિ બેરલ ઓછી છે. ત્યાર પછી લોકોને પેટ્રોલ પર રૂ. 10 વધુ ચૂકવવા પડી રહ્યા છે, જ્યારે ડીઝલની કિંમત રૂ. 64થી વધીને રૂ. 75થી 76 પ્રતિ લિટર થઈ ગઈ છે.

92 દિવસ સુધી ભાવ સ્થિર રહ્યાં
એક્સાઈઝ ડ્યૂટી વધવાના કારણે સરકારને સપ્ટેમ્બર 2020 ત્રિમાસિકમાં રૂ. 18,741 કરોડ વધુ મળ્યા છે, જ્યારે દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલનો નફો સપ્ટેમ્બર 2020 ત્રિમાસિકમાં 10 ગણો વધીને રૂ. 6,227 કરોડ થઈ ગયો છે, જે સપ્ટેમ્બર 2019 ત્રિમાસિકમાં રૂ. 563.42 કરોડ હતો. એચપીસીએલનો નફો રૂ. 1,052 કરોડથી વધીને રૂ. 2,477 કરોડ અને બીપીસીએલનો નફો રૂ. 1,708 કરોડથી વધીને રૂ. 2,247 કરોડે પહોંચી ગયો છે. સમગ્ર ત્રિમાસિક દરમિયાન એટલે કે 92 દિવસ સુધી ઓઈલ કંપનીઓએ ભાવ સ્થિર રાખ્યા, જ્યારે 13 દિવસ કિંમતોમાં વધારો નોંધાયો અને સપ્ટેમ્બરના આખરમાં ફક્ત સાત દિવસ કિંમતમાં મામૂલી ઘટાડો થયો.

આંતરરાષ્ટ્રીય સ્તરે જો ક્રૂડ ઓઈલની કિંમત ઘટી
એક સરકારી ઓઈલ કંપનીના અધિકારીએ નામ ગુપ્ત રાખવાની શરતે કહ્યું કે, ઓઈલ કંપનીઓ નફો કરે તેમાં કશું ખોટું નથી. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના ચીફ ઈકોનોમિસ્ટ ડૉ. એસ. પી. શર્મા કહે છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે જો ક્રૂડ ઓઈલની કિંમત ઘટી છે, તો તેનો ફાયદો ગ્રાહકોને મળવો જોઈએ. જો ફ્યૂઅલની કિંમત નહીં ઘટે તો માલભાડું વધુ જ રહેશે અને તેનાથી મોંઘવારી વધશે. પ્રજાને રાહત આપવા સરકારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતોની સાથે રિટેલ ભાવ પણ ઓછા કરવા જોઈએ.

એક વર્ષમાં ક્રૂડ ઓઈલ સસ્તું થયું, જ્યારે પેટ્રોલ-ડીઝલ મોંઘાં

2019 (બીજો ત્રિમાસિક)

2020 (બીજો ત્રિમાસિક)

ક્રૂડ ઓઈલ

4300

3300

પેટ્રોલ

74.42

82.08

ડીઝલ

67.49

80.53

 

adv

Related News

post
post
post
post
post
post
post