• Home
  • News
  • રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 10 જેટલા જિલ્લાઓને 20 એપ્રિલ બાદ લોકડાઉનમાં આંશિક છૂટછાટ મળે તેવી શક્યતા
post

જે વિસ્તારોમાં કોરોના પર નિયંત્રણ હશે અને સ્થિતી કાબુમાં હશે ત્યાં છૂટછાટા મળી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 09:39:02

અમદાવાદ: કોરોના વાઈરસને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે લોકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. સાથે જ 20 એપ્રિલ બાદ જે વિસ્તારોમાં કોરોના પર નિયંત્રણ હશે અથવા પરિસ્થિતી કાબુમાં હશે તેવા વિસ્તારોને આંશિક છૂટછાટા આપવામાં આવશે. ત્યારે ગુજરાતમાં 10 જિલ્લાઓ એવા છે જ્યાં ના લોકોને આંશિક છૂટછાટ મળવાની આશા છે. જોકે 20 એપ્રિલ બાદ જો આ જિલ્લાઓમાં પણ સ્થિતિ ગંભીર બને તો તેઓ પાસેથી પણ સરકાર દ્વારા આપવામાં આવતી છૂટછાટ પરત લઈ લેવામાં આવશે. 


રાજ્યના પોઝિટિવ કેસોની સંખ્યામાં 50 ટકાથી વધારે માત્ર અમદાવાદના

રાજ્યભરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 695 કેસો નોંધાયા છે. આ કેસોમાંથી 50 ટકાથી વધારે કેસો માત્ર અમદાવાદમાંથી સામે આવ્યા છે. હાલમાં અમદાવાદમાં મોટાભાગના વિસ્તારો હોટસ્પોટ જાહેર કરાયા છે. જોકે ગુજરાતમાં કેટલાક એવા જિલ્લાઓ પણ છે જ્યારે કોરોનાના એક-બે કેસ અથવા તો એકપણ કેસ નોંધાયા નથી. સાથે જ આ જિલ્લાઓમાં પરિસ્થિતી પણ કાબુમાં છે. જેથી 20 એપ્રિલ બાદ મળનારી આંશિક છૂટછાટમાં આ જિલ્લાઓ સામેલ થઈ શકે છે. 


આ જિલ્લાઓમાં ક્યાંક ઝીરો તો ક્યાંક માત્ર એકથી બે કેસ

રાજ્યમાં જૂનાગઢ, અમરેલી, નવસારી, અરવલ્લી, મહીસાગર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, સરેન્દ્રનગર, તાપી, વલસાડ જિલ્લામાં અત્યાર સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે બનાસકાંઠા, ખેડા, છોટાઉદેપુર, દાહોદ, ગીરસોમનાથ, જામનગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં 1થી 3 કેસો જ નોંધાયો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post