• Home
  • News
  • દેશમાં કોરોનાના 25 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 24 કલાકમાં આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યા
post

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 25,072 દર્દીઓ નોંધાયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-23 11:48:27

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 389 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

નવા 25 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 25,072 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા વધીને 3,24,49,306 પર પહોંચી ગઈ છે. જેમાંથી હાલ 3,33,924 દર્દીઓ સારવાર હેઠળ છે. 

એક દિવસમાં 389 લોકોના મોત
સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 389 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 4,34,756 પર પહોંચી ગયો છે. જો કે રિકવર થનારાની સંખ્યા વધી રહી છે. એક દિવસમાં 44,157 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી. અત્યાર સુધીમાં કુલ 3,16,80,626 દર્દીઓ કોરોનાને માત આપી રિકવર થયા છે. 

12 લાખથી વધુ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશભરમાંથી ગઈ કાલે 12,95,160 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ કોરોના ટેસ્ટિંગનો આંકડો 50,75,51,399 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન પણ પૂરપાટ ચાલી રહ્યું છે. ગઈ કાલે દેશમાં કોરોના રસીના 7,95,543 ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 58,25,49,595 ડોઝ આપવામાં આવ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post