• Home
  • News
  • વરેલીમાં વતન જવા પોલીસ પર હુમલો કરનાર 204 પૈકી વધુ 9 આરોપી પોઝિટિવ
post

અત્યાર સુધી કુલ 15 પોઝિટવ, વરેલી સુરત જિલ્લા માટે હોટસ્પોટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 09:26:07

સુરત: વરેલી ગામમાં વતન જવાની માંગ સાથે વિફરેલા પરપ્રાંતીયોએ પોલીસ પર હુમલો કરવાની ઘટના બાદ પકડાયેલા આરોપીઓના તબક્કાવાર કોરોના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં રવિવારે વધુ 9 હુમલાખોરના કોરોના પોઝિટિવ રિર્પોટ આવતા આંકડો 15 પર પહોંચ્યો હતો. 


ત્રીજા લોકડાઉનના પ્રથમ દિવસે 4 મેના રોજ પલસાણાના વરેલી ગામે રહેતા પરપ્રાંતીયો વતન જવાની માંગ સાથે ઉશ્કેરાઈ રસ્તા પર ઉતરી આવી પોલીસ પર હુમલો કર્યો હતો.મોડી રાત્રિએ મુખ્ય આરોપીઓ સહિત 204ની ધરપકડ થઈ હતી. કામરેજના ઘલુડીમાં પોલીસ હેડક્વાર્ટરમાં તમામને રાખવામાં આવ્યા હતા. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરતા પહેલા મેજિસ્ટ્રેટના હુકમથી તમામ આરોપીઓનો કોરોના રિપોર્ટ કાઢવાનો હુકમ કરવામાં આવતા તબક્કા વાર 3 દિવસ સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આ સેમ્પલ પૈકી પ્રથમ દિવસે 2, બીજા દિવસે 4 અને રવિવારના રોજ 9 ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાની સાથે જ તંત્ર ફફડી ઉઠ્યું હતું. એક જ ગામમાં 15 કોરોના પોઝિટિવ કેસ આવતા વરેલી ગામ સુરત જિલ્લા માટે હોટ સ્પોટ સાબિત થયું હતું. રિપોર્ટ આવ્યાની સાથે જ પોલીસ અને આરોગ્ય ટીમ વરેલી ગામ પહોંચી કોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.


નેતાઓ પણ કોરોન્ટાઈન થાય એ જરૂરી 
પથ્થરમારામાં પરપ્રાંતીયોને સમજાવવા ગયેલા કડોદરાના પરપ્રાંતીય નેતાઓ ટોળામાં  1 કલાકથી વધુ સમય રહ્યા હતા.15 હુમલાખોરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નેતાઓ સ્વૈચ્છિક કોરોન્ટાઇન થાઈ એ જરૂરી છે. 


પોઝિટિવ દર્દીઓની યાદી
(1) પ્રવીણ રમાશંકર યાદવ

(2)જુમલાલ યાદવ

(3)નાનજી મકોડિયા

(4)શંકર વિશ્વકર્મા

(5) સાનુકુમાર મનોજભાઈ યાદવ

(6)અભિષેક મેવાલાલ યાદવ

(7) લક્ષ્મણ શર્મા 

(8) બજરંગી સોનાલાલ શાહ 

(9)અરવિંદ સુનીલાલ શાહ તમામ રહે વરેલી, તા. પલસાણા.

adv

Related News

post
post
post
post
post
post
post