• Home
  • News
  • અમદાવાદની 17 બેંકોમાંથી ત્રણ મહિનામાં 5.41 લાખની નકલી નોટો મળી આવી
post

SOG ક્રાઇમે 17 જેટલી બેંકોમાં ડુપ્લિકેટ ચલણી નોટો જમા થઇ હોવાનો ખુલાસો કરતા આ મામલે ગુનો દાખલ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-16 11:57:35

અમદાવાદ : SOG ક્રાઇમે 17 જેટલી બેંકોમાં ડુપ્લિકેટ ચલણી નોટો જમા થઇ હોવાનો ખુલાસો કરતા આ મામલે ગુનો દાખલ કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની વિવિધ બેંકોમાં ડુપ્લિકેટ ચલણી નોટો જમા થઇ છે. હાલ એસઓજી ક્રાઇમે કુલ 5.41 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો કબ્જે કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુનો નોંધાયો હતો ત્યારે ત્રણ માસમાં 15 લાખની ડુપ્લિકેટ નોટો મળી હતી.

છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદની વિવિધ બેંકોમાં જમા થયેલી નોટો એસઓજી ક્રાઇમે રિકવર કરી છે. આ તમામ નોટોને હાલ એફએસએલ ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવામાં આવી છે. નોટબંધીને લગભગ 2 વર્ષથી વધુ જેટલો સમય વીતી ગયો છે. નોટબંધી પાછળનું અગત્યનું કારણ કાળા નાણાને ડામવાનું તેમજ માર્કેટમાં ફરતી ડુપ્લિકેટ નોટોને દૂર કરવાનું હતું. જોકે, નોટબંધી પણ નવી કરન્સી માર્કેટમાં મૂકવામાં આવી હોવા છતાં છાશવારે ડુપ્લિકેટ નોટો પકડાઈ રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની જુદી જુદી બેંકોમાં 2052 ડુપ્લિકેટ નોટો મળી આવી છે.

ડુપ્લિકેટ નોટોમાંથી ઘણીખરી નોટો ઝેરોક્ષ અથવા પ્રિન્ટ થઈ હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ માની રહી છે. બેંકનો વહીવટી વિભાગ મોટા જથ્થામાં નોટો મશીન વડે ગણાતા હોય છે તેમાં આવી નોટો આવી ગયાનું પોલીસ અને તપાસ એજન્સી માની રહી છે.

પોલીસે બે હજારના દરની 123 નોટો, 500ના દરની 235 નોટો, 200ના દરની 185 નોટો, 100ના દરની 1314 નોટો, 50ના દરની 181 નોટો, 20ના દરની 6 નોટો અને 10ના દરની 8 ડુપ્લિકેટ નોટો કબજે કરી છે. જોકે, આ વાત ફક્ત અમદાવાદ શહેરની જ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં કેટલી નોટો ફરી રહી છે તેનો અંદાજ જ લગાવવો રહ્યો.

adv

Related News

post
post
post
post
post
post
post