• Home
  • News
  • શહેર-જિલ્લાનું 60.19 ટકા પરિણામ, ગત વર્ષ કરતા 6.84 ટકા ઓછુ, રાજ્યમાં દાહોદ જિલ્લાનું સૌથી નીચુ 47.47 ટકા પરિણામ
post

વડોદરામાં 83 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો, જ્યારે 1444 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-09 12:03:32

વડોદરા: રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો-10ની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની વેબસાઇટ પર જાહેર થયું છે. જેમાં વડોદરા શહેર અને જિલ્લાનું પરિણામ 60.19 ટકા આવ્યું છે. વડોદરા શહેર અને જિલ્લામાં ગત વર્ષે 67.04 ટકા પરિણામ આવ્યું હતું. આમ ગત વર્ષની સરખામણીમાં 6.84 ટકા ઓછુ છે. રાજ્યમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 47.47 ટકા પરિણામ આવ્યું છે.

વડોદરામાં 83 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો 
વડોદર શહેર અને જિલ્લામાં આ વર્ષે 38,135 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વડોદરામાં 83 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 1444 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે. પરિણામ જાહેર થતાં જ વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભેગા થયા હતા. પરિણામને લઇને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ખુશી જોવા મળી હતી. જોકે પરિણામ નીચુ હોવાથી ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા. 

કયા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ
ગ્રેડ        વિદ્યાર્થીઓની સંખ્યા
A-1                83
A-2             1444
B-1-            3213 
B-2             4783  
C-1             6924
C-2             5680
D                 827
E-1             8695
E-2             6486
EQC         22954

મધ્ય ગુજરાતના કયા જિલ્લામાં કેટલુ પરિણામ
વડોદરા- 60.19 ટકા
છોટાઉદેપુર- 47.92 ટકા 
પંચમહાલ- 51.25 ટકા
દાહોદ- 47.47 ટકા 
ભરૂચ- 54.13 ટકા
નર્મદા- 61.01 ટકા
મહીસાગર- 55.65 ટકા

 

adv

Related News

post
post
post
post
post
post
post