• Home
  • News
  • હિન્દી ભાષા સામે તામિલનાડુની વિધાનસભામાં પ્રસ્તાવ પસાર, ભાજપનો વોકઆઉટ
post

કોમ્યુનિસ્ટ પાર્ટીના કેરાલાના સાંસદ બિનોય વિશ્નમે પણ સંસદીય સમિતિના રિપોર્ટ પર વિરોધ વ્યક્ત કરીને પીએમને પત્ર લખ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-18 18:55:55

નવી દિલ્હી: હિન્દી ભાષાનો વ્યાપ વધારવા માટે સરકારના પ્રયાસો સામે દક્ષિણના રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. તામિલનાડુની વિધાનસભામાં તો હિન્દી ભાષા સામેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો અને તે પાસ પણ થઈ ગયો છે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કહ્યુ હતુ કે, અમે કેન્દ્ર સરકારને આગ્રહ કરીએ છે કે, રાજભાષા પર સસંદીય સમિતિના રિપોર્ટમાં જે પણ ભલામણો કરવામાં આવી છે તે લાગુ કરવામાં ના આવે.આ ભલામણો તામિલનાડુ સહિત અન્ય રાજ્યોની ભાષાઓની વિરૂધ્ધમાં છે અને આ રાજયોના લોકોના પણ હિતના વિરોધમાં છે.

આ પ્રસ્તાવના વિરોધમાં ભાજપના ધારાસભ્યોએ વોક આઉટ કર્યો હતો.આ પહેલા સ્ટાલિને પીએમ મોદીને પત્ર લખ્યો હતો અને કહ્યુ હતુ કે, સંસદીય રિપોર્ટમાં કરાયેલી ભલામણોના અમલના ભાગરૂપે રાજયો પર હિન્દી લાગુ કરવાના પ્રયાસોને રોકવામાં આવે. કેરાલાના સીએમ પી વિજયને પણ સીએમને પત્ર લખીને કહ્યુ હતુ કે, વિવિધતામાં એકતા જ ભારતનો હાર્દ છે. કોઈ એક ભાષાને બીજી ભાષા કરતા વધારે પ્રોત્સાહન આપવાનો નિર્ણય ભારતની એકતાને ખતમ કરી નાંખશે.

કોમ્યુનિસ્ટ પાર્ટીના કેરાલાના સાંસદ બિનોય વિશ્નમે પણ સંસદીય સમિતિના રિપોર્ટ પર વિરોધ વ્યક્ત કરીને પીએમને પત્ર લખ્યો છે. તેમનુ કહેવુ છે કે, સમિતિની ભલામણો આઈડિયા ઓફ ઈન્ડિયાના વિચારને ફટકો મારનારી છે. રિપોર્ટમાં હિન્દી ફોર હિન્દુસ્તાન વાત પર ભાર મુકાયો છે અને તે ભારતની વિવિધતાના વિરોધમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post