• Home
  • News
  • મુખ્યમંત્રીનો હવાલો સંભાળતા જ એક્શનમાં આવ્યા મામા, આજે જ સત્ર બોલાવી બહુમત સાબિત કરશે
post

વિધાનસભાનું ચાર દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે, જે 24 માર્ચથી 27 માર્ચ સુધી ચાલશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 11:07:48

ભોપાલ : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ ફરી એક વખત સત્તામાં આવ્યા છે. તેમણે વિધાનસભાનું ચાર દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે, જે 24 માર્ચથી 27 માર્ચ સુધી ચાલશે. સત્રના પહેલા દિવસે શિવરાજસિંહ ચૌહાણ ગૃહમાં પોતાની બહુમતી સાબિત કરશે.

શિવરાજની સરકાર આજે બહુમતી સાબિત કરશે

શિવરાજસિંહ ચૌહાણ ચોથી વખત મધ્યપ્રદેશની સત્તામાં આવ્યા છે. જે બાદ તેમણે રાજ્યમાં વિધાનસભાનું ચાર દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે, જે 24 માર્ચથી 27 માર્ચ સુધી ચાલશે. સત્રના પહેલા દિવસે શિવરાજસિંહ ચૌહાણ ગૃહમાં પોતાની બહુમતી સાબિત કરશે અને આ સમયગાળા દરમિયાન વર્ષ 2020-21 માટે બજેટ પણ રજૂ કરશે.

વિધાનસભાનું ચારદિવસીય સત્ર બોલાવ્યું

મધ્યપ્રદેશમાં નવી સરકારના અસ્તિત્વમાં આવ્યા બાદ વિધાનસભા સત્ર આજથી શરૂ થશે. વિધાનસભાના ચાર દિવસીય વિશેષ સત્રમાં ગૃહની કુલ ત્રણ બેઠક થશે. અધિવેશનના પહેલા દિવસે રાજ્યપાલના સંબોધન પછી સરકારમાં વિશ્વાસની દરખાસ્ત પણ લાવવામાં આવશે, જેમાં શિવરાજસિંહ ચૌહાણ બહુમતી સાબિત કરશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

કમલનાથ સરકારના પતન બાદ શિવરાજ સિંહ આવ્યા

આપને જણાવી દઈએ કે, કમલનાથ સરકારના રાજીનામાના ચાર દિવસ બાદ શિવરાજસિંહ ચૌહાણે સોમવારે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સાથે શિવરાજ રાજ્યના પહેલા નેતા છે, જે ચોથી વાર મુખ્યમંત્રી બન્યા છે. વિધાનસભા અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિએ શિવરાજ સત્તા પર આવતાની સાથે જ મધ્યરાત્રિએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ડેપ્યુટી સ્પીકરને આપેલા રાજીનામામાં તેમણે નૈતિકતાનો આધાર બનાવ્યો છે.

મુખ્યમંત્રીનો હવાલો સંભાળતા જ એક્શનમાં

શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદનો હવાલો સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવ્યા હતા. તેમણે પ્રથમ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે વલ્લભ ભવન ખાતે કોરોના વાયરસ (કોવીડ-19) ને ધ્યાનમાં રાખીને કટોકટીની બેઠક યોજી હતી અને અધિકારીઓને તેની સાથે કાર્યવાહી કરવા જરૂરી પગલા ભરવાના નિર્દેશો આપ્યા હતા. શપથ લીધા બાદ મુખ્યમંત્રી ચૌહાણ મંત્રાલય પહોંચ્યા અને પ્રાર્થના પણ કરી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post