• Home
  • News
  • મુકેશ અંબાણીને ફરી ધમકી મળી:રિલાયન્સ ફાઉન્ડેશનના નંબર પર ફોન આવ્યો, કહ્યું- ત્રણ કલાકમાં સમગ્ર પરિવારને ખતમ કરી દઈશું; એકની અટકાયત
post

ફેબ્રુઆરી 2021માં એન્ટિલિયા પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-15 19:24:46

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પરિવારને મારી નાખવાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા 8 ફોન આવ્યા છે. ફોન કરનારે તેમના સમગ્ર પરિવારને ત્રણ કલાકમાં ખતમ કરવાની ધમકી આપી છે. આ ઘટના પછી હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગેની ફરિયાદ DB માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી છે. પોલીસે એક શંકાસ્પદની અટકાયત કરી છે.

ફરિયાદ પછી અંબાણી પરિવારની સુરક્ષા વધારાઈ છે. આ તરફ પોલીસ આ કોલ્સને વેરિફાઈ કરી રહી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ફોન કરનાર એક જ છે, જેણે 8 ફોન કર્યા છે. મુંબઈ પોલીસ કમિશનરને આ અંગે જાણકારી અપાઈ છે. કેસની તપાસ માટે મુંબઈ પોલીસે ત્રણ ટીમ બનાવી છે.

મુકેશ અંબાણીને મળી છે Z+ સિક્યોરિટી
મુકેશ અંબાણીને વર્ષ 2013માં હિજબુલ મુઝાહિદ્દીનથી ધમકી મળ્યા પછી એ સમયની મનમોહન સિંહની સરકારે મુકેશ અંબાણીને Z+ સિક્યોરિટી આપી હતી. તેમની પત્ની નીતા અંબાણીને 2016માં કેન્દ્ર સરકારે Y+ સિક્યોરિટી આપી છે. તેમનાં બાળકોને પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રેડેડ સુરક્ષા આપવામાં આવે છે.

ફેબ્રુઆરી 2021માં એન્ટિલિયા પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી હતી
ફેબ્રઆરી 2021માં એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી એક એસયુવી મળી હતી. એસયુવીમાં 20 જિલેટીન અને એક પત્ર મળ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણીને ધમકી અપાઈ હતી. આ કેસમાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વઝેનું નામ સામે આવ્યું હતું. હાલ NIA કેસની તપાસ કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post