• Home
  • News
  • 2 માસમાં મુકેશ અંબાણીની માર્કેટકેપ 1.14 લાખ કરોડ અને અદાણીની 29000 કરોડ ઘટી
post

સનફાર્માના દિલીપ સંઘવીની માર્કેટકેપ 14696 કરોડ ઘટી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-29 08:32:27

નવી દિલ્હી: શુક્રવારે બીએસઈ સહિત વિશ્વભરના શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. તે સાથે જ ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ નોંધપાત્ર પ્રમાણમાં સંપત્તિ ગુમાવી ચૂક્યા હતા. લગભગ છેલ્લા બે મહિના દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કંપનીઓને માર્કેટકેપ 114766 કરોડ ઘટી ગયું હતું.


તાતાનું માર્કેટકેપ 28 ફેબ્રુઆરીએ ઘટીને 859111 કરોડનું થયું
જાન્યુઆરીના પ્રારંભે તેમનું માર્કેટકેપ 957029 કરોડ હતું. જે શુક્રવારે ઘટીને 842262 કરોડનું હતું. માત્ર છેલ્લા 11 દિવસમાં જ રિલાયન્સને 53706 કરોડનું નુકસાન થયું છે. તેવી જ રીતે તાતા જૂથના માર્કેટકેપમાં 85472 કરોડનો કડાકો બોલી ગયો હતો. તાતાનું માર્કેટકેપ જાન્યુઆરીમાં 944583 કરોડ હતું જે 28 ફેબ્રુઆરીએ ઘટીને 859111 કરોડનું થયું હતું. તાતાને 41930 કરોડનું નુકસાન થયું હતું. અદાણી જૂથનું માર્કેટકેપ 28848 કરોડ ઘટ્યું હતું. જાન્યુઆરીના પ્રારંભે જૂથનું માર્કેટકેપ 207503 કરોડ હતું. જે શુક્રવારે ઘટીને 178655 કરોડ થયું હતું. સનફાર્માના દિલીપ સંઘવીનું માર્કેટકેપ 14696 કરોડ ઘટ્યું હતું. જાન્યુઆરીમાં તેમનું માર્કેટકેપ 104177 કરોડ હતું. જે ફેબ્રુઆરીના અંતે ઘટીને 89480 કરોડનું થયું હતું. તેવી જ રીતે કોટક મહિન્દ્રનું માર્કેટકેપ 10294 કરોડ ઘટ્યું હતું. જાન્યુઆરીમાં તેમનું માર્કેટકેપ 320016 કરોડ હતું. જે ઘટીને 309721 કરોડનું થયું છે.

કંપની

1 જાન્યુઆરી

28 ફેબ્રુઆરી

ઘટાડો

રિલાયન્સ

9,50,29.2

8,42,262.64

-1,14,766.38

તાતા

9,44,583.77

8,59,111.47

-85,472.30

અદાણી

2,07,503.71

1,78,655.56

-28,848.15

સન ફાર્મા

1,04,177.60

8,94,80.99

-14,696.61

કોટક

3,20,016.06

3,09,721.16

-10,294.9

બિરલા

48,555.6

45,646.58

-2,912.02

(નોંધ : રકમ રૂપિયા કરોડમાં)

adv

Related News

post
post
post
post
post
post
post