• Home
  • News
  • મુખ્તારને 10, અફઝલને 4 વર્ષની સજા:બસપા સાંસદ અફઝલનું સાંસદપદ રદ થશે; ગેંગસ્ટર કેસમાં MP/MLA કોર્ટનો નિર્ણય
post

હકીકતમાં 4 વર્ષ પહેલાં 2005માં પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં અંસારીબંધુઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-29 19:03:30

ગાઝીપુર: માફિયા મુખ્તાર અંસારીને ગાઝીપુરની MP/MLA કોર્ટે 10 વર્ષની અને તેના ભાઈ BSP સાંસદ અફઝલને ગેંગસ્ટર કેસમાં 4 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે મુખ્તાર પર 5 લાખ રૂપિયા અને અફઝલ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એ જ સમયે મુખ્તારના ભાઈ સાંસદ અફઝલને ગેંગસ્ટર એક્ટમાં જ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. અફઝલ અંસારીને બે વર્ષથી વધુની સજા થઈ છે. આવી સ્થિતિમાં તેમનું સંસદ સભ્યપદ જવાનું નિશ્ચિત છે. સરકારી વકીલ નીરજ શ્રીવાસ્તવે આ વાતની પુષ્ટિ કરી છે.

ગેંગસ્ટર એક્ટનો આ મામલો 2007માં કૃષ્ણાનંદ રાયની હત્યાનાં બે વર્ષ પછી પોલીસે નોંધ્યો હતો. આ કેસ રાયની હત્યા પછી થયેલી આગચંપી, વિવાદ અને કારોબારી નંદ કિશોર રુંગટાના અપહરણ-હત્યાને આધાર બનાવીને પોલીસે આ કેસ દાખલ કર્યો હતો.

2007 પછી એટલે કે 16 વર્ષથી આ મામલો ગાઝીપુરની MP/ MLA કોર્ટમાં છે. આ મામલે નિર્ણય 15 એપ્રિલે આવવાનો હતો. જોકે જજ રજા પર હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. ગયા વર્ષે 23 સપ્ટેમ્બર, 2022ના રોજ બંને ભાઈઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

હકીકતમાં 4 વર્ષ પહેલાં 2005માં પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં અંસારીબંધુઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે ગેંગસ્ટર એક્ટનો આ મામલો તેમની સાથે જ સંબંધિત છે. આવી સ્થિતિમાં કોર્ટના નિર્ણય પહેલાં કૃષ્ણાનંદ રાયની પત્ની અલકા રાયે કહ્યું હતું કે મને ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસ છે. બીજી તરફ, અફઝલ અંસારીએ તાજેતરમાં કહ્યું હતું કે કોર્ટે અમને હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આવા કિસ્સામાં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ માટે કોઈ આધાર નથી. મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે."

 

adv

Related News

post
post
post
post
post
post
post